સુરત : ટયૂશન (Tution) કલાસમાં હવે કિશોરીઓને કે બાળકીઓને શિક્ષકના ભરોસે મૂકવી હોય તો લાખ વખત વિચારજો. હવસખોર શિક્ષકે (Teacher) 16 વર્ષીય કિશોરી પર બળાત્કાર (Rape) કરીને તેનો વિડીયો વાયરલ (Viral Video) કરવાની ચોંકાવનારી ઘટના ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાય છે. અંગ્રેજી (English) શીખવા ગયેલી કિશોરી સાથે શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવતા ઇચ્છાપોર પોલીસે હવસખોર શિક્ષક અરૂણ શર્માને જેલ ભેગો કરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઈચ્છાપોર ખાતે ક્રિષ્ણાનગર સોસાયટીમાં અરૂણ ટ્યૂશનમાં અંગ્રેજી શીખવા જતી વિદ્યાર્થીની સાથે તેના જ ટ્યૂશન ટીચરે ગંદું કામ કર્યું છે. અરૂણ ટ્યૂશનનો સંચાલક અરૂણ શર્મા એસએનએસમાં મિકેનીકલ એન્જિનીયર તરીકે નોકરી કરે છે. હવસખોર અરૂણ શર્માએ અંગ્રેજી શીખવા આવતી કિશોરીને ભોળવીને તેની સાથે શારિરીક સબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેનો વિડીયો વાયરલ કરી દીધો હતો.
દરમિયાન આ વિડીયો અંગે કિશોરીના મા બાપને જાણ થતા તેઓના પેટમાં ફાળ પડી હતી. કિશોરીની પૂછપરછ કરતા તેની સાથે બળજબરી કરવામાં આવી હોવાની તેણીએ કબૂલાત કરી હતી. દરમિયાન હાલમાં અંગ્રેજીનુ ટયુશન લેવા જતા ગઇ તા. 10 માર્ચ થી 27 માર્ચ દરિમયાન સાંજના પાંચ થી છ વાગ્યાના સુમારે કિશોરી એકલી હતી ત્યારે અરૂણ શર્માએ તેને નોકરી આપવાની લાલચ આપી હતી.
દરમિયાન અરૂણ શર્મા કિશોરીને ઇચ્છાપોર બસ સ્ટેશન પાસે તેના મકાનમાં લઇ જતા તેની સાથે સતત અડપલા કર્યા હતા. આ ઉપરાંત કિશોરી સાથે શારિરીક સબંધ બાંધીને તેનો વિડીયો વાયરલ કરી દીધો હતો.
કિશોરી સાથેનો શરીર સબંધ બાંધતા વિડીયો વાયરલ થતા મા-બાપને ફાળ પડી
કિશોરીનો વિડીયો ઇચ્છાપોર અને તેના આસપાસના વિસ્તારમાં પ્રસર્યો હતો. હવસખોર અરૂણ શર્માએ કિશોરી પર બળાત્કારતો ગુજાર્યો પરંતુ આ વિડીયો પણ વાયરલ કરી દીધો હતો. કિશોરીના મા-બાપને તેના સગા દ્વારા આ વિડીયોની ખબર પડી હતી. આ વિડીયો તેઓએ જોયા બાદ પણ અરૂણ શર્માએ કિશોરી પર વધુ એક વખત બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન ઇચ્છાપોર પોલીસ દ્વારા આ મામલે બળાત્કારનો ગુનો નોધવામાં આવ્યો હતો.