SURAT

સુરતમાં 61 વર્ષીય વિકૃત વૃદ્ધે અગાસીની સીડી પર લઈ જઈ 10 વર્ષની બાળકીને કિસ કરી

સુરત : જહાંગીરપુરા ખાતે આવેલી રાજહંસ રેસીડેન્સીમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધે બાજુની બિલ્ડીંગમાં રહેતી 10 વર્ષની બાળકીની છેડતી કરી હતી. બાળકીના વાલીએ આ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે રાજહંસ રેસીડેન્સીમાં રહેતા 61 વર્ષીય મનહરભાઈ ત્રિકમભાઈ સુરતીની સામે છેડતીની ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે સવારે બાજુની બિલ્ડીંગમાં રહેતા સુરેશભાઈ (નામ બદલ્યું છે) ની 10 વર્ષની દિકરી રીયા (નામ બદલ્યું છે) તેમની અગાસી ઉપર રમતી હતી.

ત્યારે મનહરભાઈ ત્રિકમભાઈ સુરતીએ રીયાની પાછળ-પાછળ ફરી તેને તેમના ટેરેસ ઉપર જવાની સીડીઓમાં લઈ ગયા હતા. અને તેના છાતીની ભાગે હાથ પ્રસરાવી શરીરના ભાગને સ્પર્શ કરી છેડતી કરી હતી. વૃદ્ધની હરકતોથી હેબતાઈ ગયેલી રીયાએ તેનાથી છુટવાનો પ્રયત્ન કરવા છતાં પણ પકડી રાખી કિસ કરી હતી. જેથી તેને ત્યાંથી ભાગીને ઘરે આવી તેની માતાને જાણ કરી હતી. પરિવારે આ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ઉધના-ભાઠેના રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે અડફેટે લેતાં મોત
સુરત: મૂળ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ચીખલી તાલુકાના આંબસે ગામના વતની અને હાલમાં સુરત શહેરના ભાઠેના ખાતે ભરત નગરના ખુલ્લા મેદાનમાં રહેતા ગજાનંદ કમરૂભાઈ દેવકૂળ(35 વર્ષ) ભાઠેના ખાતે આવેલા મિલેનિયમ માર્કેટ-4માં ચાલતી બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરો છે.

ગતરોજ શનિવારે ગજાનંદ દેવકૂળ અને તેના બનેવી રાજુભાઇ રાબેતા મુજબ કામ પર ગયા હતા. સાંજે પોણા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ગજાનંદ કામ પરથી પોતાના ઘરે જવા નીકળ્યો હતો. અને ભાઠેના ઉધના રોડ પર આવેલા ભારત નગર રાજધાની ટ્રાન્સપોર્ટ સામે રસ્તો ક્રોસ કરતા હતાં ત્યારે ટ્રકના ડ્રાઇવરે અડફેટે લેતા તેમનું ગજાનંદ દેવકુળને મોત થયું હતું

Most Popular

To Top