National

કરોડપતિ પરિવારની દેરાણી-જેઠાણી ઝઘડતા ઝઘડતા ગટરમાં પડી છતાં એકબીજાને મારવાનું ચાલુ રાખ્યું

અજમેર: રાજસ્થાનના (Rajasthan) અજમેરના (Ajmer) બ્યાવરમાં મિલકતના (Property) વિવાદને લઈને બે પક્ષો સામસામે આવી રોડ પર મારામારી (Fight) કરવા લાગ્યા હતા. આ દરમિયાન બંને પક્ષની ચાર મહિલાઓ એકબીજા સાથે ઝઘડો કરવા લાગી હતી. ઝઘડો એટલા વધી ગયો હતો કે ચારેય મહિલા ઝઘડતા ઝઘડતા પેટ્રોલ પંપની બહાર પસાર થતા એક ગંદા નાળામાં પડી ગયા હતા. ગંદકી વચ્ચે પણ મહિલાઓએ ઝઘડવાનું મૂક્યું ન હતું. ગંદકી અને કાદવની વચ્ચે પણ તેઓ એકબીજાના વાળ પકડીને લડતા રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયા સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

શહેરના તાતગઢ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર મિલકતના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે આ ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. આ લડાઈમાં બંને પક્ષની મહિલાઓ પણ કૂદી પડી હતી અને માર મારતી વખતે પેટ્રોલ પંપની બહારથી પસાર થતા નાળામાં પડી ગઈ હતી. દુર્ગંધ અને ગંદા નાળામાં પણ બંને એકબીજાના વાળ પકડીને લડતા રહ્યા હતા. આ દરમિયાન એક બાજુથી એક યુવકે ગટરમાં કૂદીને મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું. આ જોઈને સામા પક્ષે આવેલા શખ્સે પણ યુવકને નાળા ઉપરથી જ જોર જોરથી લાત મારવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ત્યાંથી પસાર થતા લોકોએ નાળામાં પડી ગયેલી મહિલાઓને બહાર કાઢી હતી.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદો કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. સિટી SHO સુરેન્દ્ર સિંહ જોધાએ જણાવ્યું કે નાયરા પેટ્રોલ પંપના માલિક નરેન્દ્ર કુમાર આર્ય અને તેમના પરિવારની વિધવા સંગીતા કુમાવત વચ્ચે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને ગુરુવારે સાંજે પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડો થયો હતા. આ ઝઘડામાં બંને પક્ષના લોકોને ઈજા પણ થઈ હતી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ એક સામાજિક કાર્યક્રમમાં પેટ્રોલ પંપ માલિક પર બીજી બાજુએ મારપીટ કરી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. પરંતુ ફરી એકવાર બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. આ વખતે સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પાસે બની હતી, જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Most Popular

To Top