રાજકોટ: રાજકોટના (Rajkot) કિટીપરામાં વહેલી સવારે એક યુવકની હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે ગાયકવાડી વિસ્તારના યુવક સાથે વીકી નામના યુવકનો ઝઘડો થતો, વીકી નામનો યુવક નશામાં હોવાના કારણે ઉશ્કેરાય જઈને અન્ય યુવકના ભાઈને ચપ્પુ મારી દીધું હતું. યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- રાજકોટમાં કિટીપરામાં વહેલી સવારે એક યુવકની હત્યા
- પિતરાઈ ભાઈને નજર સામે જ નશામાં આવેલા યુવકે ભાઈને ચપ્પુના ઘા ઝીંક્યા
- લોહીલુહાણ હાલતમાં યુવકને રીક્ષામાં સિવિલ લઈ જવાયો
- સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતા હત્યાનો ગુનો નોંધાયો
- પોલીસને ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી ગઈ
- પીએમ અર્થે મૃતદેહ કબજે લઈ આગાળની કાર્યવાહી હાથ ધરી
પોલીસ પાસે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં જાકીર જુણેજા નામનો યુવક વહેલી સવારે 3:30 વાગ્યે પોતાની ભેંસ દોહવા જતો હતો. ત્યારે કિટીપરામાં તેના મિત્ર સુનિલના ઘરે માતાજીનો માંડવો હોય તેથી સાથે ચા પણ લઈને ગયો હતો. જાકીર અને સુનિલ બંને વાતો કરી રહ્યા હતા, આ દરમિયાન વીકી ઉર્ફે અશોક પરમાર નામનો શખસ નશાની હાલતમાં આવ્યો હતો. વીકીએ જાકીર સાથે ઝઘડો કરવા લાગ્યો અને ત્યાર બાદ તેને એક્સેસ પરથી પછાડી દીધો હતો અને ગાળો બોલવા માંડ્યો હતો. તેથી જાકીરે તેના પિતરાઇ ભાઇ આસિફ જુણેજાને ફોન કરી કિટીપરા બોલાવ્યો હતો.
આસિફ તેના ભાઈના બોલાવવાથી કિટીપરા આવી પહોંચ્યો હતો. જ્યાં વીકીએ નશાની હાલમાં ઉશ્કેરાય ગયો હતો. ઉશ્કેરાય જઈ વીકીએ આસિફના પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ને ત્યાંથી તે નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલમાં આસિફને રીક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબે આસિફને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી પીએમ એર્થે મૃતદેહને કબ્જે લીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસિફના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો છે.