સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયને (electrician) બાંધકામ માટે લોન લેવા કસ્ટમર કેરમાં (Customer care) ફોન કરતા ઠગબાજે તેની પાસે એપ્લિકેશન (Application) ડાઉનલોડ કરાવી તેના ક્રેડિટ કાર્ડમાંથી (Credit card) ચાર તબક્કામાં કુલ 1.58 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી (Fraud) કરી હતી. પાંડેસરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ભેદવાદ દરગાહ પાસે શિવમ રો હાઉસમાં રહેતા 35 વર્ષીય રસિકકુમાર જીવણભાઈ પટેલ મુળ તાપી જિલ્લામાં વાલોડના વતની છે. તેઓ ઉધના રોડ નં. 6 ખાતે આવેલી ઈનોવેવ નામની ઓફિસમાં ઈલેક્ટ્રીક ટેક્નિશિયન તરીકે નોકરી કરે છે. ર
સિકકુમારને મકાન બાંધવા પૈસાની જરૂર હોવાથી ગત 20 ફેબ્રુઆરીએ એચડીએફસી બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરતા ફોન લાગ્યો નહોતા. બાદમાં બીજા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન પર પોતાની ઓળખ કસ્ટમ કેરમાંથી વાત કરતો હોવાની આપી હતી. બાદમાં રસિકકુમારને લોનની જાણકારી આપી તેમના મોબાઈલમાં આવેલો ઓટીપી નંબર મેળવ્યો હતો. બાદમાં અનિડેક્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેતા રસિકકુમારે ઇનકાર કર્યો હતો. દરમિયાન તેના ક્રેડિટ કાર્ડમાંથી 21 હજાર ઉપાડી લીધા હતા. રસિકકુમારે કસ્ટમર કેરમાં ફોન કરતા તમે બેંકનો ફોન રીસીવ નહીં કરતા પૈસા કપાય છે. એનિડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો પૈસા ખાતામાં પરત જમા થશે તેવું કહ્યું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં મોબાઈલ ફોનમાં ફ્લીપ કાર્ડના ચાર ટ્રાન્જેકશન દ્વારા કુલ 1.58 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.
મોટા વરાછામાં શાલીગ્રામ સ્ટેટ્સ રેસિડેન્સીના પ્રમુખે આજીવન મેઈન્ટેનન્સના 57.70 લાખની ઉચાપત કરી
સુરત: મોટા વરાછા ખાતે આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ રેસિડેન્સીના પ્રમુખે ફ્લેટધારકો પાસેથી આજીવન મેઈન્ટેનન્સના 57.70 લાખ રૂપિયા ઉઘરાવી પોતાના અંગત કામે વાપરી નાંખ્યા હતા. સોસાયટીના રહીશોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે પ્રમુખ સામે ફરિયાદ નોંધાવી હતી.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાથી ઉત્રાણ જતા રસ્તે શાલીગ્રામ સ્ટે્ટસ રેસિડેન્સી આવેલી છે. આ બિલ્ડિંગમાં ફ્લેટ નં.603માં રહેતા અશ્વિન દેવરાજ અકબરી (ઉં.વ.49) મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા તેમની બિલ્ડિંગના પ્રમુખ કિશોર રણછોડ ગોયાણીની વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2015-16થી પ્રમુખે સોસાયટીના સભ્યોને વિશ્વાસમાં લઇ ફ્લેટોના આજીવન મેઈન્ટેનન્સના 57.50 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. અને આ રકમ પોતાની પાસે રાખી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.
ફ્લેટધારકોઍ મેઈન્ટેનન્સની રકમની માંગણી કરતાં કિશોરે જે-તે સમયે પ્રોમિસરી નોટ તથા તેમના ફ્લેટ પર લોન ચાલુ હોવા છતાં સિક્યુરિટી પેટે તેમના ફ્લેટનો વેચાણ સાટાખત કરી આપ્યો હતો. પરંતુ મેઈટેનન્સની રકમ ભરી ન હતી. ફ્લેટધારકોએ રકમ માંગતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે રહીશોએ પ્રમુખ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.