World

આ દેશમાં પુલનું ઉદ્દઘાટન કરવા આવેલા મેયર પત્ની અને 2 ડઝન લોકો સાથે ગટરમાં પડ્યા

મેક્સિકો(Mexico): મોટાભાગના દેશોમાં પુલ (Bridge) અને રસ્તા (Road)ઓના ઉદ્ઘાટન (Opening) માટે કોઈ મોટા નેતા કે સેલિબ્રિટીને જ બોલાવવામાં આવે છે.  તે જ રીતે મેક્સિકો (Mexico)ના એક શહેર (City)માં બનેલા બ્રિજના ઉદ્ઘાટન માટે શહેરના મેયર(Mayor) અને અન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રિજના ઉદ્ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. પરંતુ  જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો હતો અને મેયર સહિત લગભગ 2 ડઝન લોકો ગટરમાં પડી ગયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  • નદી ઉપર બનાવ્યો હતો ફૂટ ઓવરબ્રિજ
  • લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો બ્રીજ
  • ઉદ્ઘાટન માટે શહેરના મેયરને બોલાવ્યા હતા, પત્ની સાથે ગટરમાં પડ્યા

આ ઘટના મેક્સિકોના કુઅર્નિવાકા શહેરની છે. અહીં એક નદી પર ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો અને તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જ્યારે લોકો ઉદ્ઘાટન માટે આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો. આ પછી મેયર સહિત લગભગ 2 ડઝન લોકો નીચે નાળામાં પડી ગયા હતા.

કાઉન્સિલના સભ્યો અને અધિકારીઓ 3 મીટર નીચે ગટરમાં પડ્યા
પુલ તૂટી પડ્યા પછી, શહેર પરિષદના સભ્યો અને અન્ય સ્થાનિક અધિકારીઓ 3 મીટર ગટરમાં પડ્યા હતા. ગટરની નીચે પથ્થરો હતા અને લોકો આ પથ્થરો પર પડ્યા હતા. મેયર, તેમના પત્ની, કેટલાક અધિકારીઓ અને પત્રકારો ગટરમાં પડ્યા હતા. જેના પગલે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓની સારવાર માટે બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર ચઢતા તૂટી ગયો
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર ચઢવાને કારણે આ ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો ગટરમાં પડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોના પડી ગયા બાદ તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જો કે જે રીતે ઘટના બની તેને જોઇને લોકોએ કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો.

Most Popular

To Top