Gujarat

જામનગરમાં તાજિયા વીજવાયરને અડી જતા 15 યુવાનને લાગ્યો કરંટ, 2ના મોત

જામનગર: જામનગરમાં (Jamnagar) સોમવારે મહોરમનો (Mahoram) તહેવાર જોતજોતામાં માતમમો ફેરવાયો હતો. જામનગરના ધરારનગરમાંથી સોમવારની મધરાત્રિએ તાજિયાનું (Tajia) જુલુસ કાઢતી વખતે અકસ્માત (Accident) સર્જાયો હતો. તાજિયાના ઉપરના ભાગે વીજતાર અડી જતાં શોર્ટ સર્કિટ (Short circuit) સર્જાયો હતો. વીજકરંટ લાગતા 15 જેટલા યુવકો ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક જી જી હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 2 વ્યક્તિના મોત (Death) નિપજ્યા હતા. બે યુવકના મોત થતા મુસ્લિમ (Muslim) સમાજમાં ગમગીની છવાઈ છે.

  • જામનગરમાં મહોરમનો તહેવાર જોતજોતમાં માતમમાં છવાયો
  • જામનગરના ધરારનગરમાં સોમવારે મધરાત્રે અકસ્માતની ઘટના બની
  • તાજિયાનું જુલુસ કાઢતી વખતે બન્યો અકસ્માત
  • તાજિયા વીજવાયરને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો
  • તાજિયાને વીજવાયર અડી જતા શાર્ટ સર્કિટ થયો હતો
  • સારવાર દરમિયાન બે યુવકના મોત નિપજ્યા
  • 12 લોકોની સારવાર ચાલી રહી છે

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે મુસ્લિમ સમાજ દ્વારા તોજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. જો કે તાજિયાનો ઉંચો ભાગ વીજવાયરમાં અડી જતા મુસ્લિમ સમાજના 15થી વધુ યુવકોને વીજકરંટ લાગ્યો હતો. શોર્ટ સર્કિટ થતા જ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા. મહોરમાના પવિત્ર તહેવારમાં મુસ્લિમ સમાજના બે યુવકોના મોત થતા મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાયેલી છે. ઘટનાની જાણ થતા જ મુસ્લિમ સમાજ આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર અન્ય 12 જેટલા યુવકને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જી.જી. હોસ્પિટલમાં ઊમટી પડ્યો છે. બનાવની જાણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ ઘટના અંગે તપાસ કરવા પોલીસ અધિકારીને સૂચના આપી હતી.

Most Popular

To Top