Madhya Gujarat

ફતેપુરામાં ગાડીના ચાલકે બે શ્રમિકને અડફેટમાં લેતાં એકનું મોત નિપજ્યું

ફતેપુરા,સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો ની બેદરકારીથી દિનપ્રતિદિન અકસ્માતો વધતા જાય છે.તેવીજ રીતે ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મોટાનટવા માર્ગ ઉપર એન્જોય ગાડીના ચાલકે ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં વૃક્ષ ઉછેરની કામગીરી કરી રહેલ ચીખલી ગામના આશરે ૪૫ વર્ષીય વ્યક્તિને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે. ફતેપુરા તાલુકાના ચીખલી ગામે રહેતા રાયસીંગભાઈ જ્યોતિભાઈ કટારા ખેતીવાડી તથા પાટડીયા ખાતે આવેલ જંગલ ખાતાની નર્સરી માં રોજમદાર તરીકે કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા જેઓ આજે સવારના પાડલીયા નર્સરીમાં કામ માટે જવાનું હોવાનું જણાવી ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ પાડલીયા નર્સરીથી વૃક્ષ વાવેતરની કામગીરી માટે મોટાનટવા ગામે નાની ઢઢેલીરોડ ઉપર ગયા હતા.

ત્યાં સવારના સાડા નવ વાગ્યાના અરસામાં રાયસીંગભાઈ તથા અન્ય બે જણાઓ રસ્તાની સાઈડમાં બેઠા હતા તેવા સમયે નાની ઢઢેલી થી સુખસર તરફ આવી રહેલ ફોરવીલર એન્જોય ગાડી નંબર-જીજે.૨૩-એએન-૪૬૬૬ ના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે પોતાના કબજાની ગાડીને હંકારી લાવી રાયસીંગભાઈ કટારા ના અને અડફેટમાં લેતા ગાડીના પેડા રાયસીંગભાઈ ઉપર ફરી વળ્યા હતા જેઓને પગે  શરીર અને માથા માં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું રાયસીંગભાઈ નું અકાળે મોત નીપજતાંપરિવારમાં રોકકળ  મચી જવા પામી હતી.અકસ્માત સંદર્ભે મૃતક રાયસીંગભાઈ કટારાના પુત્ર સુરેશ ભાઈ રાયસીંગભાઈ કટારાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લાશનુ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજો  તેમના વાલીવારસોને સોંપી દેવાયો હતો.

અજાણ્ય વાહન ચાલકની ટક્કરે શખ્સનું મોત

દાહોદ તાલુકાના ઝાલદડા ગામે એક અજાણ્યા વાહનના ચાલકે વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક અજાણ્યા પુરૂષને અડફેટમાં લેતા તેનું મોત નિપજયાનું જાણવા મળે છે. ગત તારીખ 27મી જૂનના રોજ ઝલક ગામે નદી પુલિયા જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનીનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો હતો.વઆ દરમિયાન ૩૬ વર્ષીય અજાણ્યા વ્યક્તિને આ વાહનના ચાલકે અડફેટમાં લેતાં અજાણી વ્યક્તિ જમીન પર ફંગોળાઈ પટકાયો હતો તેને શરીર તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક પોતાના કબજાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો.

Most Popular

To Top