વડોદરા : અનગઢ ગામમાં પડોશી યુવાનો વચ્ચે ગાળો બોલવાની બાબતે તકરાર થતા લાકડાનું ડામચિયો કાઢીને પડોશીએ યુવાનના માથામાં જોશભેર ફટકારીને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઇ હતી. શહેરના સીમાડે આવેલ ખોબા જેવડા ગામમાં સમી સાંજે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતકની વિધવા માતા સંબાબેન ગણપતસિંહ સિંધા એ ખુનના ગુનાની નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે દસ વર્ષથી પુત્ર વિક્રમસિંહ ઉર્ફે ગોપી સાથે રહે છે. પરણિત વિક્રમની પત્ની લકવાગ્રસ્ત હોવાથી કોટડા ખાતે પિયરમાં રહે છે અને પાત્રીસ વર્ષીય પુત્ર વિક્રમસિંહ ડ્રાઇવિંગ કરીને આજીવિકા રળે છે ગત સાંજે વિધવા માતા બજારમાં શાકભાજી લેવા ગયા હતા.
ત્યારે પડોશી સનાભાઇએ જણાવેલ કે બપોરે મારો ભત્રીજો ગોપાલ ખેતરમાં ક્રિકેટ રમતો ત્યારે તમારા છોકરા ગોપીએ મારા ભત્રીજાને ગાળો બોલી હતી અને ખેતરમાં થઈને જવાનું નહીં તેવું જણાવતા તમારા છોકરા ગોપીને સમજાવી દેજો. પુત્ર આવતા જ માતાએ વાતચીત કરી હતી જેથી ગોપીઓ જણાવેલ કે રૂપા બા ના ખેતરમાં જઈને જવાનીના પાડી છે મે ગાળો આપી નથી. સાંજે છ વાગે રૂમમાં ખાટલા પર સુતા સુતા ઉત્તર મોબાઈલ જોતો હતો ત્યારે વિપુલ આવ્યો હતો અને મારા પુત્ર સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી વિપુલે અમારા રૂમમાં મૂકેલા લાકડાના ડામચીયાનો પાયો કાઢીને વિક્રમના માથામાં મારતા લોહીના ખાબોચિયામાં વિક્રમ ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડ્યો હતો.
શોર બકોર સાંભળીને દોડી આવેલી માતાએ હત્યારા વિપુલ ને પાયા સાથે નાસતો જોયો હતો.ઇજાગ્રસ્ત વિક્રમને ખાનગી દવાખાને લઈ જવાયો હતો પરંતુ ખાનગી તબીબે સરકારી દવાખાને લઈ જવાનું જણાવ્યું હતું ત્યાં સયાજી હોસ્પિટલમાં લવાતા ફરજ બજાવતા તબીબોએ વિક્રમની તપાસ કર્યા બાદ મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો. હત્યાના બનાવ અંગે માતાએ ખૂની વિપુલ સનાભાઈ ગોહિલ ( રહે: શિવરાજસિંહ માં ભાગ માં, અનગઢ.) વિરુદ્ધ નંદેશરી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો ખુનના ગુનાની તપાસ પી.આઈ એસ એ કરમુરે એ હાથ ધરી હતી જોકે હત્યાંરો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે વિવિધ ટીમો બનાવીને હત્યારાની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.
ગાળાગાળી જેવી નજીવી બાબતમાં ઢીમ ઢાળ્યું
પડોશી ના જ પુત્ર વિપુલ ગાળાગાળી જેવી તદ્દન નજીવી બાબતમાં જીવલેણ હુમલો કર્યો હતો 25 વર્ષનો હત્યારો નંદેસરીની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર સામાન્ય નોકરી કરે છે. અપરણિત હત્યારા એ કંઈ પણ વિચાર્યા વગર આવેશમાં આવીને વિક્રમના માથામાં એટલો ઝનૂન ભેર એક જ ફટકો માર્યો કે તેનું ઢીમ જ ઢાળી દીધું .