વોશિંગ્ટન: અમેરિકામાં (America) ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની (Firing) ઘટના બની છે. આ ઘટના વોશિંગ્ટન (Washington) ડીસીમાં (DC) વ્હાઇટ હાઉસથી (White House) માત્ર ત્રણ કિલોમીટરના અંતરે બની હતી. જેમાં પોલીસકર્મા સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 15 વર્ષના એક યુવકનું મોત નિપજ્યું હતું.
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રવિવારે રાત્રે જુનટીન્થ (Juneteenth) મ્યુઝિક કોન્સર્ટ (Music Concert) દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી વાગી હતી. હુમલાખોરે મ્યુઝિક કોન્સર્ટના સ્થળે લોકો પર જ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. વોશિંગ્ટન પોલીસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આ ઘટનામાં એક યુવકનું ગોળી વાગી હતી. એક પોલીસ અધિકારી ઉપરાંત અન્ય બે લોકો ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે.
મ્યુઝિક કોન્સર્ટ જુનટીન્થની ઉજવણી માટે થઈ રહ્યો હતો. ફાયરિંગની ઘટના 14મી અને યુ સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં ભીડ હતી તેથી પોલીસકર્મીએ ત્યાં ગોળીબાર કર્યો ન હતો. વોશિંગ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે મ્યુઝિક કોન્સર્ટના સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અઠવાડિયે ઘણી ઘટનાઓ બની છે
અમેરિકામાં જાહેરમાં ફાયરિંગની ઘટના અવારનવાર બનતી રહેતી હોય છે. વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર પહેલા આ અઠવાડિયે ઘણી જગ્યાએ ગોળીબારની ઘટનાઓ બની હતી. આમાં લગભગ આઠ લોકોના મોત થયા હતા. તાજેતરમાં જ શિકાગોમાં પાંચ ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા. રવિવારે લોસ એન્જલસમાં એક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ પહેલા પણ ઘણી મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે. ગત મહિને જ એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 19 માસૂમ બાળકો સહિત 21 લોકોના મોત થયા હતા.
અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાથી ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આગામી દિવસોમાં બિડેન બંદૂક ખરીદવાની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી શકે છે.