માંદગીને કારણે મારા જેવા અનેકો વાંચકોને 6 જુન ગુજરાતમિત્રનો ‘ચાર્જિંગ પોઈન્ટ’ લેખ દવા રૂપી હિંમત આપનો લેખ રહ્યો તે માટે અભિનંદનનો બધા શબ્દો ઓછા પડે. આ લેખમાં અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટની વાત કરવામાં આવી છે. તેઓ આટલી મહાન હસ્તી હોવાં છતા હિંમત ન હારતા રોગને હટાવ્યો તે વાંચી મને પણ હાલમાં તબિયત બરાબર ન રહેતા તેમાં થોડી આળસ આવી જાય છે. પરંતુ આ લેખે મારામાં જે આળસ હતી તે દૂર થઈ અને હિંમતરૂપી દવાના ડોઝે કામ કરી અને વોકરના ટેકે લખવા ઊભી કરી. તે માટે ગુજરાતમિત્રનો જ આભાર માનવો રહ્યો. આવી હિંમત અને પ્રેરણા ગુજરાતમિત્ર સૌને બક્ષતું રહે એજ પ્રાર્થના.
સુરત – પ્રભા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઓપરેશન સિંદૂરની સ્મૃતિ માટે ટપાલ ટિકીટ બહાર પાડો
આજે ભલે ઈન્ટરનેટ, ટી.વી. વિડીયો ઈમેઈલ, કુરિયરનો જમાનો ચાલે છે પરંતુ હજી ટપાલ – સેવાની વિશેષતા છે. પહેલગામમાં પ્રવાસીઓની આતંકવાદીઓએ હત્યા કરી જેના પ્રતિધાત રૂપે ભારતીય સેનાએ હુમલો કરીને આતંકી છાવણીનો ખાત્મો બોલાવ્યો આ સફળ પ્રતિક્રિયાને ‘ઓપરેશન – સિંદૂર નામ આપવામાં આવ્યું. ભારતીય સેનાનું શૌર્ય અને બહાદુરી બિરદાવવા લાયક છે. આ ઘટના ઈતિહાસમાં સુવર્ણ – અક્ષરે લખાશે આથી ઓપરેશન સિંદૂરની સ્મૃતિ માટે ભારત સરકારે રૂ 1, 5 અને રૂ 10ની ટપાલ ટીકીટ બહાર પાડવી જોઈએ ઉપરાંત આજની યુવા પેઢીને જ્ઞાન મળે તે માટે ‘ઓપરેશન – સિંદૂરનો પાઠ ધો 8 થી 10 ના વિદ્યાર્થીઓને વર્ગમાં શીખવવા માટે પાઠયપૂસ્તક (ઈતિહાસ) માં દાખલ કરવો જોઈએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
