Vadodara

નજીવી બોલાચાલીમાં 4 યુવકોએ આધેડને હથિયારના ઘા મારતાં મોત

વડોદરા: કરજણ તાલુકાના સાસરોદ ગામે રહેતા એક આધેડને સાસરોદ નજીક આંતરીને 4 હત્યારાએ અગમ્ય કારણોસર બોથડ પદાર્થ વડે હુમલો ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. કરજણ પોલીસે 4 હત્યારા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કરજણના સાંસરોદ ગામની મૈયા ખડકીમાં રહેતા 52 વર્ષીય વહીદા ઐયુબ મહંમદ પીરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 16 જૂનના રોજ સાંજે 7:30 વાગ્યે તેમના 54 વર્ષીય પતિ ઐયુબ મહંમદ પીરીયા ધનિયાવી ગામેથી પોતાનું કામ પૂરું કરી પરત પાલેજ થઇ ઘરે આવતા હતા. ત્યારે સાંસરોદ ગામે બસ સ્ટેન્ડની સામે આવેલી મારુતિ હોટલની નજીક ભંગારના પીઠામાં લાઈટ કનેક્શન લેવા બાબતે  ઉસ્માનગની મુસા લાખા, સરફરાજ ઉસ્માનગની લાખા, ઐયુબ સાવલીવાલા અને મોઇન ઐયુબ સાવલીવાલા (તમામ રહે, સાંસરોદ તા. કરજણ)સાથે બોલાચાલી થઇ હતી. તમામે ભેગા મળી મારા પતિ ઐયુબ મહંમદ પીરીયાને આતરીને બોલાચાલી કરી હતી.

ત્યારબાદ કોઈ કારણસર 4એ હત્યારાઓએ બોથડ હથિયાર વડે ઐયુબ ઉપર  જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યાંથી નાસી ગયા હતા. દરમિયાન સ્થાનિકમાં રહેલા લોકોએ બનાવ અંગે તેમની પત્નીને જાણ કરતા પત્ની પુત્ર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઐયુબનું મોત થયું હોવાનું જાહેર કેયુ હતું. કરજણ પોલીસે 4 હુમલો કરનાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top