Charchapatra

જીવનમાં વાંચનનું મહત્વ શું?

આપણાં જીવનમાં થતી બધી જ ક્રિયાઓમાંની સૌથી ઉત્તમ અને મહત્વપૂર્ણ ક્રિયા એટલે વાંચન. વાંચનને આપણાં મગજ અને આત્માનો ખોરાક પણ કહી શકાય. વાંચન ખૂબ જ જરૂરી છે.

દોસ્તો, આપણાં વિદ્યાર્થીકાળમાં આપણી પાસે એક ચોકકસ પ્રમાણમાં અભ્યાસક્રમ હોય છે ને પછી વિદ્યાલયો દ્વારા લેવાતી વારંવાર કસોટીઓ… આપણાં ભણતરમાં રહેલ કચાસને સુધારવાની તક મળતી રહે છે. પણ આપણા જીવનકાળના અભ્યાસક્રમની તો કોઇ સીમા જ નથી હોતી. ત્યારે શું કરવું? કેવી રીતે જીતવું? કેવી રીતે સફળ થવું? દોસ્તો આનો એક માત્ર જવાબ છે અવિરત વાંચન…. દિવસે દિવસે બદલાતી ફાસ્ટ ટ્રેક દુનિયામાં હંમેશા અપડેટ રહેવું જરૂરી છે. અને એ અપડેશન માટે જરૂરી છે વાંચન….

જેટલું સારું વાંચન હશે એટલું જ સરસ રીતે આપણું કામ થશે અને પરિણામની પણ ચિંતા નહી રહે. ચાલો, આ વાંચનમાં રહેલી એ અદ્વત, અનોખી અને દિવ્ય શકિત થકી આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ. અને વાંચનનું મહત્વ સમજાવી સમાજમા પણ જાગૃતિ લાવીએ. વાંચન થકી આપણી અને સૌની પ્રગતિ વેગવંતુ કરીએ. મોબાઇલ, ટી.વી. ગેઇમ વગેરેમાં સમય ન બગાડતા સારા પુસ્તકો લેખોનું વાંચન કરશો તો જીવનમાં કોઇપણ પરિસ્થિતિથી ડરશો નહિ. આપણે પણ શરૂઆત કરીએ અને બીજાને પણ વાંચનની શરૂઆત કરાવીએ.

અમરોલી          – આરતી જે. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top