Charchapatra

મોદીના વિદેશ પ્રવાસની ફળશ્રુતિ

મોદીના વિદેશ પ્રવાસો અંગે વિપક્ષી નેતાઓ કે વિરોધીઓ વ્યંગ્ય કે ટીકા કરવાનું છોડતા નથી, પણ તેમની વિદેશ યાત્રાઓથી દેશને શું લાભ થયો છે? તેનું વિશ્લેષણ કોઈ કરતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રમ્પ આપણને ધમકાવી રહ્યો છે કે, રશિયા જોડેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દો, નહીં તો ટેરિફ નાંખીશું. આવી પરિસ્થિતિની કલ્પના કદાચ મોદી સરકારને હશે જ, એટલે આવી ધમકીને પહોંચી વળવાની યોજના પર કામ પહેલેથી ચાલુ કરી દીધુ હતું. આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાય તો બે મહિના સુધી ચાલે એટલું ક્રૂડ ઓઈલ અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

દેશમાં પેટ્રોલિયમ રિઝર્વ કરવાની ક્ષમતા, કર્ણાટક અને દેશનાં બીજાં રાજ્યોમાં ઊભી કરવા માંડ્યા છે. ગયા ઓક્ટોબર મહિનામાં એક નાના દેશ ગુયાનાની મુલાકાત તેમણે લીધી હતી. ગુયાનાના પેટાળમાં એક અંદાજ મુજબ ૧૧ અબજ બેરલ જેટલો ક્રૂડ ઓઈલનો ભંડાર પડેલો છે. મોદીની ગુયાનાની મુલાકાતની ફળશ્રુતિરૂપે ગુયાનાએ હમણાં આપણી ઓએનજીસી અને રિલાયન્સને તેના ઓફશોર બ્લોકની હરાજીમાં આમંત્રિત કરેલી. એટલે કે હવે, આપણે ત્યાં પેટાળમાં રહેલા ક્રૂડ ઓઈલના ભંડારો શોધવાના, કાઢવાના અને રીફાઈન્ડ પણ કરશે. પહેલાં વેનેઝુએલા ગુયાનાના ક્રૂડ ઓઈલના ભંડારો પર કબજો મેળવવાની ધમકી આપી રહ્યું હતું પણ મોદીની ગુયાનાની મુલાકાતે વેનેઝુએલાની બાજી ઊંધી વાળી દીધી. તો આ હતી મોદીના વિદેશ પ્રવાસની ફળશ્રુતિ.
નેત્રંગ, ભરૂચ- જયસીંગ ગામીત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top