World

વિદેશ શિફ્ટ થવું હોય તો આ દેશો છે બેસ્ટ ચોઈસ, સરકાર સામેથી ડોલર આપે છે

નવી દિલ્હી: શું તમે ક્યારેય શહેરની ધમાલ છોડીને કોઈ બીજા દેશમાં સ્થાયી થવાનું વિચાર્યું છે? એવા ઘણા લોકો છે જેઓ અભ્યાસ, વ્યવસાય વગેરે માટે બીજા દેશમાં સ્થાયી થયા છે. જો તમે પણ કંઈક આવું કરવા ઈચ્છો છો તો તમારા માટે આ એક સારી તક છે. અમે તમને દુનિયાના (World) કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે યુવાનોને સેટલ થવા માટે પૈસા આપી રહ્યા છે. એટલે કે જો તમે આ દેશોમાં શિફ્ટ (Shift) થશો તો અહીંની સરકાર (Government) તમને પૈસા (Money) આપશે. તો ચાલો જાણીએ આ દેશો વિશે…

તુલસા, ઓક્લાહોમા
તુલસા સિટીમાં (Tulsa City Oklahama) રિમોટ વર્કર્સ શોધી રહ્યાં છે અને તેના સમુદાયમાં જોડાવા માટે 10 હજાર ડોલર એટલે કે 8 લાખ રૂપિયા ચૂકવી રહ્યાં છે. એટલું જ નહીં, અહીં આવનારા લોકોને ફ્રી ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઈવેન્ટ્સમાં હાજરી આપવાની પણ મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમારે અહીં જવું હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. ઉપરાંત તમારી પાસે ઓક્લાહોમાની બહાર પૂર્ણ સમયની નોકરી અથવા વ્યવસાય હોવો આવશ્યક છે. ઉપરાંત તમે યુ.એસ.માં કામ કરવા સક્ષમ હોવા જોઈએ.

અલ્બેનિયા, સ્વિત્ઝરલેન્ડ
સ્વિત્ઝરલેન્ડનું (Switzerland) આ શહેર લોકોને અહીં સ્થાયી થવા માટે આમંત્રણ આપી રહ્યું છે. આ જગ્યાની વસ્તી વધારવા માટે અહીં સ્થાયી થયેલા યુવાનોને 20 હજાર ફ્રેંક એટલે કે 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે, જ્યારે બાળકોને 10 હજાર ફ્રેંક એટલે કે 8 લાખ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. પરંતુ તે માટે કેટલીક શરતો છે અને તે શરત એ છે કે તમારે 10 વર્ષ સુધી અહીં રહેવું પડશે. ગયા વર્ષે આ ગામમાં માત્ર 240 લોકો હતા. ઉપરાંત, તમારા નવા સ્વિસ ઘરની કિંમત લગભગ INR 200,000 (રૂ. 1.5 કરોડ) હોવી જોઈએ.

સિસિલી , ઇટાલી
સિસિલીની (Sisley Italy) વસ્તી સતત ઘટી રહી છે, તેથી જો તમે અહીં સ્થાયી થવા માંગો છો, તો તમારા માટે તક ખૂબ જ સારી છે. સિસિલીના બે શહેરો, સામ્બુકા ડી સિસિલિયા અને ટ્રોઇના, 1 યુરો કરતાં ઓછી કિંમતે ઘરો વેચી રહ્યાં છે. તેના બદલામાં માત્ર એક જ શરત છે કે ત્રણ વર્ષમાં આ ઘરનું નવીનીકરણ કરવાની સાથે તમારે 6 હજાર ડોલર એટલે કે 4 લાખ 80 હજાર રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડશે. સિક્યોરિટી ડિપોઝિટની આ રકમ રિનોવેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પરત કરવામાં આવશે.

એન્ટિકિથેરા, ગ્રીસ
ગ્રીના એન્ટિકિથેરામાં (Greece) રહેતા લોકોની સંખ્યા માત્ર 20 છે, જેના કારણે લોકોને અહીં રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અહીં રહેતા લોકોને પ્રથમ ત્રણ વર્ષ માટે જમીન, મકાન અને માસિક સ્ટાઈપેન્ડના રૂપમાં 565 ડોલર અંદાજે 45 હજાર રૂપિયા આપવામાં આવશે.

અલાસ્કા
જો તમને ઠંડુ હવામાન ગમે છે તો અલાસ્કા (Alaska) તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. અલાસ્કા પરમેનન્ટ ફંડ નામનો પ્રોગ્રામ અહીં ચલાવવામાં આવે છે, જે અંતર્ગત દર વર્ષે અહીં રહેતા રહેવાસીઓને સમાન રકમની વહેંચણી કરવામાં આવે છે. જો તમે આખું વર્ષ અહીં રહો છો, તો તમને $1,600 એટલે કે 1 લાખ 30 હજાર રૂપિયા આપવામાં આવશે.

Most Popular

To Top