Health

‘સસ્તી બદામ’ કહેવાતી મગફળીના આ ગુણો વિષે જાણશો તો રોજ ખાશો…

ન્યૂ દિલ્હી: મગફળીનો(peanuts) ઉપયોગ દરેક વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે અને તેથી જ મગફળીને સસ્તી બદામ(almond) પણ કહેવામાં આવે છે. જો સ્વાસ્થ્યની(health) દ્રષ્ટિથી જોવામાં આવે તો મગફળી ખાવાથી ઘણા ફાયદા(benefits) થાય છે. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર મગફળી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને(Cholesterol) ઘટાડવામાં પણ મદદરૂપ છે. જેના કારણે હૃદયની(heart) બીમારીઓ થવાનો ખતરો(danger) ઓછો થઈ જાય છે. કોલેસ્ટ્રોલને કારણે શરીર અનેક ખતરનાક રોગોથી ઘેરાઈ શકે છે. ઘણા લોકોને એવું પણ લાગે છે કે જો તમે મગફળી ખાશો તો કોલેસ્ટ્રોલનું સ્તર વધી જશે, જે સંપૂર્ણ પણે સાચું નથી. ખરેખર તો મગફળીમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી.

મગફળી કેવી રીતે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
મગફળી એ સૌથી સ્વાદિષ્ટ નાસ્તામાંનું એક છે. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી. રોજ એક મુઠ્ઠી મગફળી ખાવી એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે ઘણા લોકો માને છે કે મગફળી કહેવાથી સ્થૂળતા વધી શકે છે. જે બિલકુલ ખોટું છે. મગફળીમાં મોનોસેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી. મગફળી એ પ્રોટીન અને ફાઈબરનો ભંડાર છે, જેમાં વિટામિન ઈ, કોપર, મેંગેનીઝનો સમાવેશ થાય છે.

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?
નિષ્ણાતોના મતે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર મગફળી ખાવી એ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. આ સિવાય જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમને અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ વખત મગફળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય જો રોજ મગફળી ખાવામાં આવે તો હ્રદયરોગથી થતા મૃત્યુનો ખતરો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. મગફળી બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.

મગફળી ખાવાના ફાયદા
-મગફળી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
-મગફળી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ સારી છે.
-મગફળીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
-મગફળી બળતરા ઘટાડે છે.
-મગફળી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
-મગફળી વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ ફાયદાકારક છે.
મગફળીથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, સાથે જ તેનાથી થતા રોગો અને સમસ્યાઓનો ખતરો પણ ઘણો ઓછો રહે છે. આહારમાં મગફળીનો સમાવેશ કરવો એ એક સમજદાર નિર્ણય હોઈ શકે છે.

Most Popular

To Top