Charchapatra

સિનિયર સિટીઝન હો તો તમારા ધરબાયેલા શોખોને જીવતા શીખો

નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરો. શારીરિક અને માનસિક વ્યવસ્થિત આપણી તંદુરસ્તી જળવાઈ રહેશે. મંદિર મસ્જિદના એટલે પંચાતિઓ ભેગા થાય છે. તેમાંથી બચો. સંગીત, લેખન, વાચન, લાયબ્રેરી સિનિયર સીટીઝન કલબો, નાના નાના એક દિવસીય પ્રવાસે નવું જાણવાની ઈંતેજારી લાફિંગ કલબોમાં જોઈને થાય.  આપણી જીવનનૈયા વિના અવરોધે આસાનીથી પાસ થશે. બિમારીઓનું વળગણ પ્રવૃત્તિહીનને જ થાય છે. પ્રવૃત્તિમાં ઉપરોક્ત વ્યાધિ આપમેળે જ વિલીન થઈ જશે.
સુરત     – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જોરદાર અને ધારદાર વિરોધ પક્ષની દેશને સખત જરૂર છે
હાલમાં વિરોધ પક્ષ અશકત, પડું પડું અને તદ્દન માંદો થઇ ગયેલ લાગે છે. પક્ષોના ગઠબંધનમાં યુનિટી નથી, સંપ નથી. વર્ષો પહેલા પણ રાજાઓમાં સંપ ન હતો આથી દેશ મોગલો અને અંગ્રેજોનો ગુલામ બન્યો હતો એ સૌને વિદિત છે. આ અંગે હું એકજુદી વાત કરવા માંગું છું. વાત એમ છે કે સત્તા માણસને બગાડે છે અને સંપૂર્ણ સત્તા માણસને સંપૂર્ણ બગાડે છે જયારે માણસ પાસે સંપૂર્ણ સત્તા આવી જાય તો એમાં અભિમાન આવી જાય. ત્યારે એ રાવણની જેમ કોઇનું પણ સાંભળે નહીં. એ પોતાનું ધારેલું જ કરે. એ કયારેક ખોટું પણ કરે અને તેની એને ખબર પણ ન પડે કે હું ખોટું કરતો છું. સબળ વિરોધ પ ક્ષ હોય તો સંપૂર્ણ સત્તા મેળવનારના કાન આમળી શકે, સંપૂર્ણ સત્તા મેળવનારને સીધોદોર કરી શકે. સબળ વિરોધ પક્ષ કયારે બનશે?
નવસારી           – મહેશ નાયક

Most Popular

To Top