Business

ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન લીધાના બીજા દિવસે મૃત્યુ થાય તો શું વારસદારને વીમાની રકમ મળશે?

નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા આર્થિક રીતે મજબૂત રહે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. લોકોએ વીમા પોલિસીની જેમ જ ટર્મ પ્લાન અથવા ટર્મ ઈન્સ્યોરન્સ (Term Insurance Plan) લેવાનું શરૂ કર્યું છે. ખરેખર આ યોજના કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરે છે.

થોડા વર્ષો પહેલા સુધી તેનું મહત્વ ઓછું આંકવામાં આવતું હતું. પરંતુ આજે વીમો સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. પરંતુ ટર્મ ઈન્સ્યોરન્સ લેનારા લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ચાલતા રહે છે. આમાંથી એક એ છે કે જો ટર્મ પ્લાન લીધાના બીજા જ દિવસે પોલિસીધારકનું ખૂન અથવા અન્ય કોઈ રીતે મૃત્યુ થાય છે, તો શું નોમિનીને પૈસા મળશે?

ટર્મ ઈન્સ્યોરન્સ તમારા પરિવારને તમારી સાથે કોઈ પણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં, ટર્મ પ્લાનના પૈસા નોમિનીને મળતા નથી. અલગ-અલગ વીમા કંપનીઓના ડેથ ક્લોઝ અલગ-અલગ હોય છે.

ટર્મ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં કોઈ વેઇટિંગ પિરિયડ નથી. ટર્મ ઈન્સ્યોરન્સમાં કોઈપણ વીમાધારકના મૃત્યુ પછી જ તેના નોમિનીને વીમાની રકમ મળે છે. સામાન્ય રીતે આ વીમાની રકમ મોટી હોય છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં કુદરતી, બિમારી કે અકસ્માતને કારણે મૃત્યુને આવરી લેવામાં આવે છે. આ વીમા પર કોઈ વેઈટિંગ પીરિયડ નથી. તેનો અર્થ એ છે કે તમને વીમો ખરીદવાના બીજા જ દિવસથી કવર મળવાનું શરૂ થાય છે. પરંતુ જો તે આત્મહત્યાનો કેસ છે, તો લગભગ એક વર્ષનો વેઈટિંગ પીરિયડ હોઈ શકે છે.

ધારો કે વીમા ધારકની હત્યા થઈ અને તેણે એક દિવસ અગાઉ ટર્મ ઈન્સ્યોરન્સ લીધો હતો. આવી સ્થિતિમાં પણ નોમિનીને વીમાનો સંપૂર્ણ ક્લેઈમ મળશે. પરંતુ જો વીમાધારકની હત્યામાં નોમિનીની ભૂમિકા સામે આવે અથવા તેના પર હત્યાનો આરોપ હોય, તો વીમા કંપની ટર્મ ઈન્સ્યોરન્સના નાણાં ચૂકવવાનો ઈન્કાર કરી શકે છે. જ્યાં સુધી નોમિની નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી કંપની દાવો રોકી શકે છે.

બીજી તરફ જો વીમો લેનાર વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હોય અને તે દરમિયાન તેનું મૃત્યુ થાય તો વીમા કંપની વીમાની રકમ ચૂકવવાનો ઈન્કાર કરી શકે છે. એવી સ્થિતિ પણ બની શકે છે કે ધારો કે વીમો લેનાર વ્યક્તિએ પોલિસી લેતી વખતે કોઈ ગંભીર બીમારી વિશે માહિતી આપી ન હતી. પરંતુ તે જ ગંભીર બીમારીથી મૃત્યુ પામે છે. આ સ્થિતિમાં વીમા કંપની દાવો નકારી કાઢશે. એટલા માટે ટર્મ પ્લાન લેતી વખતે કોઈપણ પ્રકારની માહિતી છુપાવો નહીં. એચ.આઈ.વી./એઈડ્સના કારણે મૃત્યુ ટર્મ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવતું નથી.

Most Popular

To Top