SURAT

100થી વધુ વ્યક્તિઓ તૈયાર હોય તો સુરત મહાનગરપાલિકાનું ઓનસાઈટ વેક્સિનેશનનું આયોજન

સુરતઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના(CORONA)નો વ્યાપ વધી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં દરરોજ સંક્રમણ(CORONA INFECTION)નો આંક 1000ને પણ વટાવી ગયો છે. જે ગંભીર પરિસ્થિતિને જોતાં વધુ કાળજી રાખવાની આવશ્યકતા છે. આ નવા સ્ટ્રેઈન (NEW STRAIN) ખૂબ જ ચેપી અને ઘાતક છે. તેની સામે બચવા માસ્ક (MASK) અને વેક્સિન (VACCINE) જ એક માત્ર વિકલ્પ છે.

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરીજનોને કોરોનાવાયરસ સામે બચવા માસ્ક પહેરવા, સામાજિક અંતર (SOCIAL DISTANCE) જાળવવા જેવી વિવિધ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે. એ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિકતાના ધોરણે તબક્કાવાઈઝ શહેરીજનોને વેક્સિન આપવામાં આવી રહી છે. હાલમાં 45 વર્ષથી વધુ વયના તમામ શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. કોરોના સામે સુરક્ષા કવચસમાન આ વેક્સિનથી હોસ્પિટલાઈઝેશનની શક્યતા ઓછી થાય છે. જેથી યોગ્યતા મુજબના તમામ શહેરીજનોએ ઝડપથી વેક્સિન મેળવી લેવા મનપા દ્વારા અપીલ કરાઈ રહી છે. તેમજ હવે શહેરની કોઈ સંસ્થા કે વિવિધ સમાજના 100થી વધુ વ્યક્તિઓ (45 વર્ષથી વધુ વયના ફ્રન્ટ લાઈન વર્કરો) વેક્સિનેશન મુકાવવા માટે તૈયાર હોય તો સુરત મહાનગરપાલિકા સાથે ઓનસાઈટ વેક્સિનેશનનું આયોજન મનપા કરશે. જે માટે સુરત મહાનગરપાલિકાની ઝોન કચેરીના નીચે જણાવેલા હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

ઝોન અને હેલ્પ લાઈન નંબર: આ વિસ્તારો સમાવી લેવાશે

રાંદેર ઝોન હેલ્પલાઈન નં.9724346035, અડાજણ, અડાજણ પાટિયા, પાલનપુર પાટિયા, રાંદેર, રાંદેર ગામતળ, ગોરાટ, રામનગર, જહાંગીરપુરા, પાલ, વરિયાવ.

તાડવાડી સેન્ટ્રલ ઝોન હેલ્પ લાઈન નં.9727740932 ચોક, મુગલસરાઈ, નાનપુરા, મકાઈ પુલ, રૂસ્તમપુરા, સગરામપુરા, રૂદરપુરા, નવાપુરા, સલાબતપુરા, મોતી ટોકીઝ, બેગમપુરા, કાંસકીવાડ, મહિધરપુરા, સૈયદપુરા, રૂથનાથપુરા, ગોપીપુરા, વાડી ફળિયા, ચૌટા પુલ, ધાસ્તીપુરા, વાંકી બોરડી, ઉના પાણી રોડ.

કતારગામ ઝોન હેલ્પ લાઈન નં.9724346011-ગોતાલાવાડી, ઝીલ પાર્ક, અખંડ આનંદ, કતારગામ, વેડ, ડભોલી, નાની બહુચરાજી, ફૂલપાડા, પારસ, ઉત્રાણ, છાપરાભાઠા, કોસાડ, વસ્તા દેવડી.

વરાછા-એ ઝોન હેલ્પ લાઈન નં.9724346031 નવાગામ, અશ્વિનીકુમાર, કરંજ, ભાગ્યોદય, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, પુણા, ધનવર્ષા

સરથાણા ઝોન હેલ્પ લાઈન નં. 9724346031 નાના વરાછા, સરથાણા, પુણા સીમાડા, મોટા વરાછા.

ઉધના ઝોન હેલ્પ લાઈન નં.9724346060 ખટોદરા, ઉધના, મીરાનગર, ઉધના સંધ, વિજયનગર, પાંડેસરા, સોનલ ભેદવાડ, પાંડેસરા હાઉસિંગ બોર્ડ, બમરોલી, ભેસ્તાન, ઉન, ગભેણી, વડોદ, ખરવરનગર, જીઆવ.

અઠવા ઝોન હેલ્પ લાઈન નં.9724346015 ઉમરા, ભટાર, સિટી લાઈટ, અઠવા, આંજણા, અલથાણ, પીપલોદ, પાર્લે પોઈન્ટ, વેસુ, ડુમસ, ખજોદ, ભીમરાદ, ખટોદરા, રૂંઢ, પનાસ, કરીમાબાદ, ભીમપોર.

લિંબાયત ઝોન હેલ્પ લાઈન નં.9724346049 ઉંમરવાડા, આંજણા, મગોબ, મીઠી ખાડી, ઈશ્વરપુરા, લિંબાયત, ઉધના વાર્ડ, નવાગામ, પરવટ, ગોડાદરા, ડિંડોલી, ભરતનગર, મહાપ્રભુનગર, આંબેડકરનગર, નવાનગર.

Most Popular

To Top