Entertainment

‘જો મને કંઈ થશે તો નાના પાટેકર સહિત આ લોકો હશે જવાબદાર’, તનુશ્રી દત્તાની પોસ્ટે બોલિવુડમાં મચાવ્યો હંગામો

મુંબઈ: 2018 માં તનુશ્રી દત્તાએ (Tanushree Dutta) હેશટેગ MeToo (#Metoo) અભિયાનની શરૂઆત કરીને સોશિયલ મીડિયા (Social Media) પર બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા, જેમાં અભિનેત્રીએ (Actress) નાના પાટેકર (Nana patekar) પર જાતીય સતામણીનો (Sexual harassment) આરોપ લગાવ્યો હતો. ત્યારથી, તનુશ્રી તેની પોસ્ટ (Post) અને ઇન્ટરવ્યુ દ્વારા બોલિવૂડ (Bollywood) માફિયા પર સતત બોલતી રહી છે. ત્યારે હવે ફરી એકવાર તનુશ્રી દત્તાની પોસ્ટથી બોલિવૂડના કોરિડોરમાં હલચલ મચી જવા પામી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર (Instagram) પોતાના એક ફોટા સાથે એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે ઘણા લોકો તેને ટારગેટ (Target) બનાવી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરતાં તનુશ્રી દત્તાએ એક લાંબુ કેપ્શન લખ્યું છે, જેમાં તેણે મીટુ, નાના પાટેકરથી લઈને સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીએ લખ્યું, ‘જો મને ક્યારેય કંઈ થાય છે, તો હું તમને જણાવી દઉં કે #MeToo ના આરોપી નાના પાટેકર, તેમના વકીલ, સહાયક અને તેમના બોલિવૂડ માફિયા મિત્રો જવાબદાર છે! બોલિવૂડ માફિયા કોણ છે? એ જ લોકો જેમના નામ એસએસઆર (SSR) મૃત્યુ કેસમાં વારંવાર આવ્યા હતા. (નોંધ કરો કે દરેકનો એક સરખો ક્રિમિનલ વકીલ હોય છે)’

આ પોસ્ટમાં તેણે આગળ લખ્યું છું કે ‘તેઓની ફિલ્મો ન જુઓ. તેઓને બૉયકોટ કરો. ઇન્ડસ્ટ્રીના તમામ ચહેરાઓ અને પત્રકારો કે જેમણે મારા અને પીઆર લોકો વિશે ખોટા સમાચારો ફેલાવ્યા હતા તેમની પાછળ જાઓ. તેનું જીવન નરક બનાવી દો કારણ કે તેણે મને ખૂબ જ હેરાન કર્યા છે! કાયદો અને ન્યાય ભલે હું નિષ્ફળ ગઈ હોય પરંતુ મને આ મહાન રાષ્ટ્રના લોકોમાં વિશ્વાસ છે.

તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ ભારતમાં વર્ષ 2018માં MeTooની શરૂઆત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીના કહેવા પ્રમાણે, નાના પાટેકરે 2009માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના એક ગીતના શૂટિંગ દરમિયાન તનુશ્રીની ખૂબ નજીક જવાનો પ્રયાસ કર્યો હતો. નાના પાટેકર પરના આ આરોપથી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. તનુશ્રી છેલ્લે ફિલ્મ એપાર્ટમેન્ટમાં જોવા મળી હતી.

Most Popular

To Top