ભરૂચ: ભરૂચના (Bharuch) પગુથણ ગામના 26 વર્ષીય વિધર્મી યુવકે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં (LoveTrap) ફસાવી તેમની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ (Arrest) કરવામાં આવી છે.
- પીડિતાની ફરિયાદને પગલે પોલીસે આરોપીની અટકાયત કરી
ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીનીનો થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધ્યો હતો. અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીએ શરૂઆતમાં રિસ્પોન્સ આપ્યો ન હતો. જોકે, બાદમાં યુવકે પોતે યુવતીના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા યુવતીએ ફ્રેન્ડશીપ કરી હતી.
વિદ્યાર્થીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી પરિવારને જાણ કરી વડીલોની મરજીથી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નનો વિશ્વાસ અપાવી વિદ્યાર્થિનીને મનાવી તેને ભરૂચની અલગ -અલગ બે હોટલોમાં વારંવાર લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું હતું.
વિદ્યાર્થીનીના પ્રેમને તેણે શારીરિક ભૂખ સંતોષવાનું માધ્યમ બનાવી દીધું હતું. એક દિવસ અચાનક પીડિત યુવતીના મોબાઈલ ઉપર સિરાજ રુસ્તમ પટેલ નામના વ્યક્તિની પત્નીનો ફોન આવ્યો હતો. આ યુવતીએ પતિ સાથે આડા સંબંધનો આક્ષેપ મુક્યો હતો. આ વાતચીત બાદ શંકા જતા પીડીતાએ પોતાની ભાભીને કોલ વિશે જાણ કરી હતી.
પરિવારની તપાસમાં ભાંડો ફૂટ્યો કે મેહુલ પટેલના નામે જે યુવાન પીડિતાના સંપર્કમાં છે તે ખરેખર તો સિરાજ રુસ્તમ પટેલ છે. બનાવની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.કે. ભૂતિયાએ તપાસ શરૂ કરી હતી.
રુસ્તમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો કે આ યુવક પરણિત અને 3 બાળકોનો બાપ છે. ખોટા આધાર કાર્ડ અને ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તે વિધર્મી યુવતીઓને ફસાવી શારીરિક શોષણ કરવાની માનસિકતા ધરાવે છે. આ વિધર્મી ઈસમે બે યુવતીઓને શિકાર બનાવી હોવાની વિગતો અત્યાર સુધી સામે આવી છે.
ઉલ્લેખનીય એ છે કે ભરૂચ જિલ્લામાં આંતરજ્ઞાતિય મેરેજનો સત્તાવાર આંકડો સાંભળવા મળતા આંખ ફાટી જાય છે. જેમાં હિન્દુ સમાજમાં દરેક જ્ઞાતિનો સમાવેશ થાય છે.જે માટે સમાજે જાગૃત થવું પડશે.