સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો
મેં સસુરાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો
પહેલા સંદેસા સસુરજી કા આયા
(2) અચ્છા બહાના યે મૈને બનાયા
બુઢ્ઢે સસુરે કે, ઓ બુઢ્ઢે (2) ઓ બુઢ્ઢે સસુરે કે સંગ નહીં જાઉંગી
ડોલી રખ દો કહારો
સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો
દૂજા સંદેસા સાસુજી કા આયા
(2) બુઢિયાને હાયે મુઝે કિતના સતાયા
ઇસ બુઢિયા કો (2) અબ મેં સતાઉંગી, ડોલી રખ દો કહારો
સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો
તીજા સંદેસા નનંદીયા કા આયા
(2) ઇસને ઇશારોં પે મુઝ કો નચાયા
ઉસે ઘુંઘરુ અબ (2) મેં પહેનાઉંગી, ડોલી રખ દો કહારો
સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખદો કહારો
ચૌથા સંદેસા નંદોજી કા આયા
(2) મેં ચલ પડી થી મગર યાદા આયા
ઇતની જલ્દી મેં (2) કૈસે માન જાઉંગી, ડોલી રખ દો કહારો
સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો
પાંચવા સંદેસા પિયાજી કા આયા,
પાંચવા સંદેસા મેરે પિયાજી કા આયા
કોઇ બહાના ના ફિર યાદ આયા (2)
નંગે પાંવ મેં (2) દૌડી ચલી જાઉંગી, ડોલી કો ગોલી મારો
મયકે વાપસ મેં લૌટકે ના આઉગી
સૈયાંજી સે લિપટ મેં જાઉંગી, સૂની સેજ સજરિયાં સજાઉગી
ઓ બનકે બિસ્તરમેં હાયે બિછ જાઉંગી
ગીત: આનંદ બક્ષી સ્વર: પામેલા ચોપરા સંગીત – શિવ-હરી ફિલ્મ: ચાંદની દિગ્દર્શક : યશ ચોપરા વર્ષ : 1989 કલાકારો: રિશી કપૂર, શ્રીદેવી, વિનોદ ખન્ના, વહીદારહેમાન, જુહી ચાવલા, સુષમા શેઠ, અનુપમ ખેર, અચલા સચદેવ
ર્માતા બન્યા પછી યશ ચોપરાએ પ્રેમના જૂદા જૂદા રૂપોની કથા કહી પણ એ દરેક પ્રેમકથા કુટુંબની વચ્ચે ઘટે છે અને લગ્ન સુધી પહોંચે છે. તેમણે ટિનજર્સ લવસ્ટોર નથી બનાવી. તેમણે પ્રણય ત્રિકોણનો ય ઘણી ફિલ્મોમાં આગ્રહ રાખ્યો પણ તેમને મોટાભાઈ બલદેવ રાજ ચોપરાની ફિલ્મોના પ્રણય ત્રિકોણમાં રહસ્ય ભળી જતું અને લગ્નજીવનની નૈતિકતાના સવાલ પણ ઉઠતા. યશજી એવું નથી કરતા. તેઓ મેચ્યોર લવસ્ટોરીના આગ્રહી રહ્યા જે કુટુંબ વચ્ચે જ બનતી. આ કારણે એ ફિલ્મો કુટુંબોને પણ ગમતી. લગ્નપ્રસંગ હોય તો આખો માહૌલ ઊભો કરતા અને લગભગ દરેક ફિલ્મમાં લગ્નપ્રસંગના ગીતો યા લગ્ન નિમીત્તનાં ગીતો છે.
‘મેં સસુરાલ નહીં જાઉંગી..’ એવું જ ગીત છે. આપણા પરંપરીત લગ્નગીતોમાં સાસુ-સસરા, નણંદ-નણદોઇ, મામા-મામી, દિયર-દેરાણી, જેઠ-જેઠાણી બધા આવે. અહીં પાંચ સંબંધ પૂરતું ગીતને મર્યાદિત રખાયું છે. લગ્ન વખતે ગવાતા ફટાણા પ્રકારનું છે અને સ્વયં દુલ્હન ગાતી હોય એવી છૂટ ફિલ્મકારે લીધી છે. મનોરંજક ફિલ્મોમાં હીરો-હીરોઇનને ભાગે જ ગીતો આવે તો પ્રેક્ષકોને ગમે. આ ગીત શ્રીદેવી પર ફિલ્માવાયું છે. એ તેના ફિલ્મી વ્યક્તિત્વને ય અનુરૂપ છે. તેનામાં એક નિર્દોષ – મસ્તી હતી એટલે જ આ ગીત પ્રેક્ષકોને ગમ્યું હતું અને સ્વભાવિક લાગ્યું હતું. લગ્ન નિમીત્તના ગીતમાં ટિખળ પણ હોય અને એ નિમીત્તે લગ્ન પછી પરિણીતા સાથે થતાં વર્તનનાં સત્ય પણ હોય. લગ્ન પહેલાં એ બધું કહી દેવાય, લગ્ન પછી ભુલી જવાનું.
આ ગીતમાં નવવિવાહીતા સાસરે જવાનો જૂદા જૂદા કારણે વિરોધ કરે છે.આ ભાવમાં નાટ્યાત્મકતા પણ છે પણ આખર તે તો પિયુને વરી છે ને તે મળે, તેનો સંદેશ આવે તો બધા વિરોધના બહાના શમી જાય. બાકી આરંભે તો કહે છે ‘મેં સસુરાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો.’ હું તો સાસરે નથી જવાની ડોલી મુકી દો. મતલબ કે ડોલી તૈયાર છે ને છેલ્લી ઘડીએ ના પાડે છે.અલબત્ત, કાયમ માટે નહીં જઇશ એવું નથી કહેતી, ‘સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો! બસ વર્ષ-બે વર્ષ જ નથી જવાની. હવે આવું તો કાંઇ ચાલે? નવવિવાહીતા બધાની વચ્ચે આવો ઇન્કાર કરે? પણ તે માત્ર ઈન્કાર નથી કરતી, ઇન્કારના કારણો પણ આપે છે.
અંતરો છે, ‘પહેલા સંદેશા સસુરજી કા આયા’, લગ્ન ટાણે વાત બગડે તો વડીલે જ વચ્ચે પડવું પડે. એટલે સસરાજીનો સંદેશ પ્રથમ આવે છે. હવે સસરાજી તો વડીલ એટલે કરવું શું? નવ વધુ અચ્છા બહાના મૈને બનાયા એક સારું બહારનું કાઢે છે. ‘બુઢ્ઢે સસુર કે, ઓ બુઢ્ઢે, સસુર કે સંગ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારો. સાસરે જવાનું હોય પહેલીવાર જવાનું, નવવિવાહીતાએ જવાનું હોય તો સસરા ભેગા શુંમ જાય? મુકી દો ડોલી, મારે નથી જવું.
હવે બીજો સંદેશો સાસુજીનો આવે છે. લગ્ન પ્રસંગે ય સત્તા તો પુરુષની જ હોય એટલે પહેલો સંદેશો સસરાનો અને પછીસાસુજીનો પણ ત્યાં કહે છે‘બુઢિયાને હાયે મુઝે કિતના સતાયા. સાસુજીની આ ઇમેજ છે. વહુને સહુથી વધુ સાસુ જ સતાવે ન પછી નણંદ એટલે હજુ સાસરે નથી ગઈ તો પણ એક જાણીતું બહાનુ કાઢે છે કે સાસુજીએ મને હાય રે બહુ સતાવી છે. હવે તો હું એમને સતાવીશ. સાસુ વહુના ઝગડાને અહીં લવી આનંદ બક્ષી આપણા કુટુંબની સાસુ-વહુ વચ્ચેની વાત, સંઘર્ષને આગળ કરે છે.
હવે ત્રીજો સંદેશો તો નણંદનો જ હોવાનો પણ વહુ ગાંઠે એવી નથી. તે કહે છે કે નણંદે તો એના ઈશારા મને બહુ નચાવી છે, હવે હું એમને ઘુંઘરી પહેરાવીશ ને નચાવીશ. બોલો છે મંજૂર? ન હોય તો, ‘ડોલી રખ દો કહારો’. સાલ દો-સાલ નહીં જાઉંગી ડોલી રખ દો કહારો. સાલ બે સાલ એટલા માટે કે આ બધાના ઉકેલ આવી જાય. સાસરીયા ટાઢા પડે.
પણ પચી નણદોઈનો સંદેશો આવે તો મન તરત બદલાઈ જાય છે. આમાં કેટલાંક મુકત સંગેત પણ છે અને નણદોઈ જેવ કુટુબના જમાઈ છે તેમ પોતે કુટુંબની વહુના નામે બહારની જ છે એટલે સગપણ જૂદા છે અને થોડું પોતાનું લાગે એવું ય છે એટલે ‘મેં ચલ પડી થી મગર યાદ આયા’. એ તો નીકળી જ પડી હતી. પણ પછી યાદ આવ્યું કે આમ તરત માની ન જવાય. ઇતની જલ્દી મેં કૈસે માન જાઉંગી? ડોલી રખ દો કહારો.’ તમે જોશો કે દરેક અંતરામાં સગપણની રમત અને નાટકીયતા છે, ભાવપલટા પણ છે.
ને આખર પાંચમો સંદેશ પિયાજીનો આવે છે. હવે તે બહાનું કાઢવાનું ભુલી જાય છે એને યાદ જ નથી આવતું કે હવું શું બહાનું કાઢવું? તે તો સંદેશો આવતાની સાથે ઉઘાડા પગે જ દોડતી ચાલી જવાની વાત કરે છે. ડોલીને મારો ગોલી. ડોલીનું વળી શું કામ હવે? તે તો એવી ખુશ છે કે પિયર પણ પાછી વળીને નહીં આવીશ એવું કહી બેસે છે, બસ, પિયાજીને વળગી પડીશ અને તેમની સૂની પથારી સજાવીશ, અરે સ્વયં બિસ્તર બની બિછાઈ જઇશ, પથરાઈ જઇશ. હવે તે ડોલીનું નામ નથી લેતી, શું કામ લે? સુહાગરાત સુધી વાત પહોંચી ગઇ છે.
આ ગીતના બે અંતરા લખ્યા ત્યાં સુધી પંડિત શિવકુમાર શર્મા હયાત હતા ને પછી સમાચાર આવ્યા. મનમાં ઉદાસી છવાયેલી છે. યશજીને કારણે જ તેઓ અને હરિપ્રસાદ ચૌરસીયા ફિલ્મ સંગીતઆપવા તૈયાર થયેલા. તેઓ સંતુરની અને હરિપ્રસાદજી વાંસળીની ઓળખ રૂપે આપણી વચ્ચે રહ્યા. હવે એ જોડી તૂટી છે. હું આ કલમને પણ ડોલી રખ દો કહારો ભાવથી મુકું છું. અમે આ ભાવ પલટાની ઇચ્છા નહોતી કરી.