Vadodara

ગોધરા ફાઇલ્સ જરૂર બનાવીશ પરંતુ શરૂઆત ટ્રેન સળગવાથી કરીશ : વિવેક અગ્નિહોત્રી

વડોદરા: ફિલ્મ કાશ્મીર ફાઇલથી ચર્ચામાં આવેલા ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજે વડોદરામાં હતા તેઓએ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાર બાદ પત્રકારો સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. કાશ્મીર ફાઇલ્સ બનાવતી વખતે તેઓના મનમાં શું હતું અને કે રીતે આખી ફિલ્મ બનાવી તે અંગે તેઓએ પોતાની શૈલીમાં વાત કરી હતી.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મથી સમગ વિશ્વમાં જાણીતા બનેલા ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી આજે વડોદરા આવી પહોંચ્યા હતા.

તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને કાશ્મીર ફાઇલ માટે ઓસ્કાર ન મળવાનો કોઈ અફસોસ છે તો તેમણે જવાબ આપ્યો હતો કે ઓસ્કાર ત્યારે મળે જયારે તમારી પાસે 20-25 મિલિયન ડોલર હોય. પૈસા વિના તમને ઓસ્કાર નહીં મળે. અમેરિકામાં લોબિંગ કાયદેસર છે, ઘણી PR કંપનીઓને હાયર કરવી પડે છે. જ્યુરીને ડિનર પર લઈ જવા પડે છે. અમારી પાસે એટલા પૈસા ન હતા એટલે ઓસ્કાર ન મળ્યો. પરંતુ અમને તેનો કોઈ રંજ નથી. કાશ્મીર ફાઇલ્સ બનાવતી વખતે તેઓની અને તેઓના પરિવારજનોની મનોસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે મારા પત્ની અને બે બાળકો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને બધું જ થઇ શકે છે તેમ ચર્ચા કાર્ય બાદ જ આ ફિલ્મ બનાવવાની હિંમત કરી છે.

તેઓને પૂછવામાં આવ્યું કે ગોધરા ફાઇલ્સ બનાવશો કે કેમ ત્યારે તેઓએ બેબાક જણાવ્યું હતું કે ચોક્કસ બનાવીશ પરંતુ તેની શરૂઆત ટ્રેન કેવી રીતે સળગી તેનાથી કરીશ અને ત્યારે કેટલા લોકો કહેશે કે આ પ્રોપોગેન્ડા છે. હાલમાં દેશમાં કોઈ કાશ્મીર પાર ફિલ્મ બનાવે તો લોકોને આતંકીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય છે. ત્યારે હાલ દેશની માનસિકતા બદલવાની જરુર છે.

Most Popular

To Top