ગોધરા: ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવમાં ફેલાયેલું જળકુંભીનું સામ્રાજ્ય શહેરની સુંદરતાને લાંછન લગાડી રહ્યું છે. છતાં પાલિકા તંત્રનું નગોર તંત્ર તળાવની સ્વચ્છતાના બાબતે બેદરકારી રાખી રાહ્યું છે. જેને લઈ નગરજનોમાં પાલિકા તંત્ર સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ જે શહેરની સુંદરતા વધારો કરે છે. તેવા રામસાગર તળાવમાં હાલ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તળાવમાં જળકુંભીને લઈ મચ્છરના ઉપદ્રવ વધ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સ્વચ્છતા જળવાય અને લોકો પણ જાગૃતિ રાખીને સ્વચ્છતા જાળવવા પ્રયાસ કરે તેવા પ્રયાસો કરવામંા આવતા હોય છે.
ગોધરા નગર પાલિકા છેલ્લા બે-ત્રણ વર્ષથી સ્વચ્છ અભિયાન અંતર્ગતની સર્વેક્ષણમાં નંબર મેળવી સ્વચ્છતા પુરસ્કાર મેળવતી હોય છે પરંતુ જો સાચી રીતે ગોધરા પાલિકા વિસ્તારની સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવામાં આવે તો નગર પાલિકા તંત્ર સ્વચ્છતા બાબતે કેટલી ગંભીર છે. તે દેખાઈ આવે તેમ છે. શહેરની મધ્યમાં રામસાગર તળાવ જે નગરની શોભા સમાન છે. તેવા તળાવમાં ફેલાયેલી જળકુંભી અને ગંદકીને જોઇને પાલિકા તંત્ર સ્વચ્છતા માટે ગંભીરતા દેખાઈ આવે છે. તળાવમાં જળકુંભી એ ભરડો લીધો છે. છેલ્લા એક વર્ષ ઉપરાંત થી તળાવમાં જળકુંભી ફેલાયેલી હોય તેમ છતાં પાલિકાના સત્તાધિશોને તળાવની દુર્દશા જોઈને તેની સ્વચ્છતા કરવા માટે પગલા લેવામાં આવતા નથી.