વડોદરા: વડોદરા મહાનગ૨ પાલિકા મેયર કેયુરભાઈ રોકડીયાએ વડોદરાની રાષ્ટ્રપ્રેમી જનતાનો “તિરંગા યાત્રા ” માં જોડાઈને દેશભક્તિના આ મહા અભિયાનમાં સહભાગી થઇ તેને સફળ બનાવવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે. આઝાદીના અમૃત મહોત્સની ઉજવણી અંતર્ગત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી દેશનું ગૌરવ એવા રાષ્ટ્રધ્વજ તિરંગાની ગરિમા અંગે લોકો જાગૃત થાય અને દેશભક્તિની લાગણી વધુ પ્રબળ થાય તેવા ઉમદા હેતુથી તા .૧૩ થી ૧૫ ઑગષ્ટ -૨૦૨૨ દરમિયાન ‘‘હર ઘર તિરંગા” અભિયાનના આયોપ્શન સંદર્ભે આજ રોજ ગુજરાત સરકાર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં પ્રદર્શન મેદાન, પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી આ યાત્રામાં પદાધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્ય, મંત્રીઓ અને મહાનુભાવો તેમજ નાગરિકો સામેલ થયા હતા.

