આપણે અમૃતપુત્રો છીએ. સાચા અર્થમાં માનવ છીએ. ‘માનવતા’ સિવાય આપણો કોઈ ધર્મ નથી. ‘સમભાવ’ કેળવી આપણે સૌ મિત્રભાવે રહીએ. કોઈ વૃક્ષો કે ફૂલછોડ અરસપરસ ઝઘડો કરતાં નથી! પ્રકૃતિ જ આપણને મૈત્રીભાવ કેળવવાનું શીખવે છે. જ્ઞાતિ-જાતિ, ઉચ્ચ-નીચના ભેદભાવો સાચા ‘માનવ’ બની દૂર કરીશું તો જ આ વસુંધરા પર શાંતિનો કલરવ સાંભળવા મળશે. ‘બંદગી’ અને ‘હનુમાનચાલીસા’ માટે અવાજ ફેલાવવાની જરૂર નથી જ ! ભગવાન અને અલ્લા કાંઈ બહેરા નથી જ! પોલ ટેલિએ સાચે જ લખ્યું છે. ‘ધર્મ સંસ્કારનો સાર છે સંસ્કાર એ જ ધર્મનું સ્વરૂપ છે!’ પ્રાણી-પશુઓ અને માણસને એકસાથે રહેવાનો અબાધિત અધિકાર છે. એક જ વૃક્ષ પર અનેક પંખીઓ એક જ ડાળ પર વસવાટ કરે છે. પંખી પાસેથી આપણે કંઈક શીખવું જોઈએ. બુદ્ધિનો સદુપયોગ કરીએ. દુરુપયોગ કદી નહીં કરીએ, તો ને તો જ આ વસુંધરા પર યુદ્ધનો રાક્ષસ જરૂર નાશ પામશે જ.
સુરત – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માનવતા જ શ્રેષ્ઠ ધર્મ છે
By
Posted on