નવી દિલ્હી: આર્જેન્ટિનાની (Argentina) ટીમ FIFA વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) સેમી ફાઇનલમાં (Semi Final) પહોંચી ગઈ છે. શુક્રવારે (9 ડિસેમ્બર) મોડી રાત્રે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં, આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સને (Netherlands) 4-3થી હરાવ્યું. આ જીત સાથે આર્જેન્ટિનાએ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આર્જેન્ટિના હવે સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે ટકરાશે. કોશિયાએ બ્રાઝિલને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે સેમિફાઇનલમાં લિયોનેલ મેસ્સીની ટીમનો મુકાબલો ક્રોએશિયા સામે થશે જેણે પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. લિયોનેલ મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે, આવી સ્થિતિમાં તે વર્લ્ડ ટ્રોફી જીતીને પોતાની શાનદાર કારકિર્દીનો અંત લાવવા માંગે છે.
પરેડેસ ઝઘડો શરૂ કર્યો
નેધરલેન્ડ-આર્જેન્ટિના મેચ દરમિયાન ઘણો હંગામો થયો હતો અને બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા હતા. આ આખી ઘટના રમતની 55મી મિનિટે બની, જ્યારે આર્જેન્ટિનાની ટીમ 2-1થી આગળ હતી. નાથન એકેને આર્જેન્ટિનાના મિડફિલ્ડર લિએન્ડ્રો પરેડેસ દ્વારા ટેકલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મેચ રેફરીએ ફાઉલ માટે સીટી વગાડી હતી. આનાથી પરેડેસ ગુસ્સે થઈ ગયો અને તેણે બોલ નેધરલેન્ડના ડગઆઉટમાં ફટકાર્યો. તમને જણાવી દઈએ કે પ્રથમ હંગામો રમતની 55મી મિનિટે થયો જ્યારે બોલ મેસ્સીના હાથ પર વાગ્યો. બોલ મેસ્સીના હાથમાં વાગ્યો હોવાથી આ સ્ટાર ખેલાડીને યલો કાર્ડ મળવું જોઈએ. જોકે, રેફરીનું માનવું હતું કે તેણે ઈરાદાપૂર્વક એવું નથી કર્યું, જેના કારણે મેસ્સી યલો કાર્ડ વિના જ રહી ગયો. આ ઘટનાને ‘હેન્ડ ઓફ ગોડ’ મોમેન્ટ કહેવામાં આવી રહી છે.
…પછી ડચ ખેલાડીએ ધક્કો માર્યો
ત્યારે આ ઘટના બાદ નેધરલેન્ડના ખેલાડીઓ પણ રિએક્શન આપ્યું હતું અને તેઓ તરત જ પરેડેસનો સામનો કરવા મેદાન પર પહોંચ્યા. ડિફેન્ડર વર્જિલ વાન ડીજકે દોડીને પરેડેસને ધક્કો માર્યો હતો. તે જ સમયે, બાકીના ડચ ખેલાડીઓએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. મેચ રેફરીએ કોઈક રીતે બંને ટીમના ખેલાડીઓને અલગ કરી દીધા હતા. રેફરીએ પરેડેસ અને બર્ગુઈસને પણ પીળા કાર્ડ બતાવ્યા, ત્યારબાદ રમત ચાલુ રહી કરી હતી.
મેચનો પહેલો ગોલ આર્જેન્ટિનાના નાહુએલ મોલિનાએ કર્યો હતો, જેમાં આસિસ્ટ લિયોનેલ મેસીનો હતો. આ એક ગોલની મદદથી આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં 1-0ની સરસાઈ મેળવી હતી. બીજા હાફમાં પણ રમત ખૂબ જ રોમાંચક રહી હતી. ડેન્ઝેલ ડમફ્રાઈસે માર્કોસ એક્યુનાને બોક્સની અંદર ફાઉલ કરીને આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. પેનલ્ટી બાદ લિયોનમેસીએ પણ પોતાની ટીમને 2-0થી આગળ કરી હતી.
ચાહકોએ મેસીને ખરી-ખોટી સંભળાવી
મેચ રેફરીના નિર્ણયથી નેધરલેન્ડના પ્રશંસકો ખૂબ જ નારાજ હતા, એક પ્રશંસકે કહ્યું, ‘આ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ છે. પરંતુ દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવો જરૂરી છે. આ રેફરી ખરેખર એકતરફી લાગે છે. અન્ય એક પ્રશંસકે કહ્યું, ‘નેધરલેન્ડ ખરાબ રીતે રમ્યું પરંતુ રેફરી ચોક્કસપણે આર્જેન્ટિનાને મદદ કરી રહ્યા છે, માત્ર મેસીના કારણે જ નહીં.’
આ પછી નેધરલેન્ડનો વાપસી કરવાનો વારો હતો. રમતની 83મી મિનિટે, બાઉટ બેગહોર્સ્ટે સર્જિયો બર્ગહોસના પાસ પર હેડર વડે ગોલ કરીને તેને 2-1 કરી દીધી. ત્યારપછી ઈન્જરી ટાઈમની લગભગ છેલ્લી મિનિટોમાં નેધરલેન્ડે બીજો ગોલ કરીને મેચ 2-2થી બરાબરી કરી હતી. આ ગોલ પણ બેગોર્સ્ટે કર્યો હતો. નિર્ધારિત સમયમાં મેચ 2-2ની બરાબરી પર રહ્યા બાદ મેટ એક્સ્ટ્રા ટાઈમમાં ગયો જ્યાં કોઈ ગોલ થયો ન હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો.