Entertainment

હૃતિક રોશનનો થિયેટરમાં ચાલશે ‘જાદુ’: 20 વર્ષ પછી “કોઇ મિલ ગયા” ફરીથી રિલીઝ થશે

મુંબઇ: હૃતિક રોશન (Hritik Roshan)-પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) સ્ટારર “કોઈ મિલ ગયા” 20 વર્ષ પછી થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે. ‘કોઈ મિલ ગયા’ (Koi Mil Gaya) નું નિર્દેશન રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મના 20 વર્ષ પૂર્ણ થવાના અવસર પર નિર્માતાઓ 4 ઓગસ્ટના રોજ ફિલ્મને ફરીથી રિલીઝ (Release) કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલીવાર વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. તે વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક હતી, અને આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ફિલ્મથી જ બોલિવૂડને તેનો પહેલો સુપરહીરો ‘ક્રિશ’ મળ્યો હતો.

હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા અભિનીત કોઈ મિલ ગયા 2003 માં રિલીઝ થઈ હતી. જે રાકેશ રોશન દ્વારા નિર્દેશિત બ્લોકબસ્ટર હિટ હતી. ફિલ્મના 20 વર્ષની ઉજવણી કરતા, ‘કોઈ મિલ ગયા’ના નિર્માતાઓએ 4 ઓગસ્ટના રોજ 30 ભારતીય શહેરોમાં ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર રાકેશ રોશને કહ્યું, “અમારી ફિલ્મના કેન્દ્રમાં, તે એક માનસિક રીતે અશક્ત છોકરા, તેની મુસાફરી, તેની માતા, મિત્રો અને નિશા સાથેના તેના સંબંધોની ઊંડી ભાવનાત્મક વાર્તા હતી. અને તે કોણ છે તે સ્વીકારવુમ આવશ્યક છે. “

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “પછી જાદુ હતો – મૈત્રીપૂર્ણ સુંદર એલિયન તેની આંખોથી લાગણીઓ વ્યક્ત કરે છે. ‘કોઈ.. મિલ ગયા’ ફિલ્મ ન્યૂનતમ વીએફએક્સ સાથે બનાવવામાં આવી હતી. જેમાં માત્ર અવકાશયાન માટે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાકીનું બધું ગ્રાઉન્ડ વર્ક હતું.” દિગ્દર્શકે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફિલ્મ મુખ્યત્વે બાળકો માટે બનાવવામાં આવી હતી, પરંતુ જાદુએ લોકો પર જાદુ કરી શોને ચોરી લીધો અને તે ક્લાસિક બની ગઈ છે.

કોઈ મિલ ગયામાં કેટલાક સદાબહાર ક્લાસિક ગીતો હતા અને તેમાં રેખા પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મની એક જ વાર્તા પર બે સિક્વલ હતી એટલે કે હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા અભિનીત ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’ જેમાં કંગના રનૌત પણ મુખ્ય ભૂમિકામાં હતી. બંને સિક્વલ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ રહી હતી.

Most Popular

To Top