Charchapatra

કઇ રીતે બને ‘સ્માર્ટ સીટી’?

સુ.મ.પા. ના શાસકો અને મ્યુ. કમિ. શ્રી સુમપાને સ્માર્ટ સીટી તરીકે વખાણતા થાકતા નથી. પરંતુ સુ.મ.પા. પાસે ડ્રેનેજ ચોકઅપની સામાન્ય ફરિયાદોના નિકાલ માટેય પ્રોપર વ્યવસ્થા નથી. ફરિયાદનો ૪૮ કલાકમાં નિકાલ કરવાની ગાઇડલાઇન છે પરંતુ સાત – સાત દિવસ સુધી નાગરિકોને અધિકારીઓ માત્ર ખો આપે છે. મેં જાતે ડ્રેનેજલાઇન ચોકઅપ હોવાની ફરિયાદ ૧૦/૪ રવિવારના રોજ લખાવી હતી. ૧૧ વાગે સળિયા મારનાર આવ્યા એનાથી નિકાલ થયો નહીં. ફરિયાદ કાર્ડમાં લખીને ગયા કે પ્રેશરગાડી મોકલવાની જરૂર છે.

અમને કહે ગાડી આવશે. સોમવાર ગયો – મંગળવાર થયો ફરી અમે ઝોનમાં કંટ્રોલ રૂમમાં કમ્પલેઇન લખાવી ત્યાંથી એસ.આઇ. નો નંબર માગ્યો જેના ઉપર ફોન કરતા એસઆઇ અધિકારી ફોન ઉંચકતા નથી અને સાંજે ૪ પછી ફોન સ્વીચ ઓફ કરી દે છે. એસએમએસ થી કમ્પલેન કરતા તેનો યે જવાબ નથી આપતા. વળી એક બીજો નંબર મળતાં તેના પર ફોન કરતા એય પેલા અધિકારીનું નામ આપે છે. આમાં જવાબદારી કોની? અધિકારીઓ ફરજ દરમ્યાનના ફોન ન ઉંચકે અથવા સ્વીચ ઓફ રાખે તો ફરિયાદ કયાં અને કોને કરવી? આવા અધિકારીઓ સામે સુમપા શું કાર્યવાહી કરે છે? સુરતને સ્માર્ટ સીટી જાહેર કરતાં પહેલાં અધિકારીઓ કામ કરે છે કે નહીં? એ તો તપાસો, મ્યુનિ. કમિશ્નરશ્રી તપાસ કરાવી પગલાં ભરશે ખરા? અધિકારીઓની કોલ ડીટેઇલ તપાસવાની કોઇ વ્યવસ્થા છે ખરી?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top