હાઈલાઈટર મેકઅપનો એક બહુ જરૂરી ભાગ છે. એ ચહેરાને ખૂબસૂરત અને ચમકદાર બનાવે છે. નામ પરથી જ ખબર પડે છે કે હાઈલાઈટર તમારા ચહેરાના જરૂરી હિસ્સાને હાઈલાઈટ કરે છે. એ તમારા ચહેરાને વધારે બ્રાઈટ, હાઈડ્રેટેડ અને ચમકદાર લુક આપે છે. મેકઅપમાં હાઈલાઈટર લગાડવું એટલે ચહેરામાં કલર બુસ્ટર એડ કરવાની સાથે જ ફેસ શેપને હાઈલાઈટ કરવો. એ કેવી રીતે લગાડવું, ભૂલ થાય તો કઇ રીતે સુધારવું? આવો જાણીએ.
- હાઈલાઈટર શા માટે જરૂરી છે? હાઈલાઈટરનો ઉપયોગ કપાળ,નાક,ગળા, હોઠ અને ચિકસ પર થઇ શકે છે. એનાથી ચહેરા પર નિખાર આવી જાય છે અને સાથે એના ફીચર પણ હાઈલાઈટ થાય છે. એ બ્રશ અથવા સ્પોન્જથી લગાડો. પાતળા ચહેરાને ભરાવદાર અને ભરાવદાર ચહેરાને પાતળો દર્શાવવા આજકાલ ચહેરાના કેટલાક ભાગને હાઈલાઈટ કરવાનો ટ્રેન્ડ છે.
- હાઈલાઈટરના પ્રકાર હાઈલાઈટર બે પ્રકારના હોય છે. એક પાઉડર બેઝ્ડ હાઈલાઈટર અને બીજું ક્રીમ બેઝ્ડ હાઈલાઈટર. જો ટી ઝોન એરિયા ઓઇલી હોય તો પાઉડર બેઝ્ડ હાઈલાઈટર લગાડો. જો ત્વચા ડ્રાય હોય તો ક્રીમ બેઝ્ડ હાઈલાઈટરનો યુઝ કરો. જો કે તમારી મેકઅપ કીટમાં બંને પ્રકારનાં હાઈલાઈટર રાખવા સલાહભર્યું છે.
- બ્લશથી પહેલાં… હાઈલાઈટર માત્ર ચીકબોન્સ કે પછી જો લાઈનને જ ડિફાઈન કરવા માટે નથી. તમે બ્લશની નીચે પણ એનો યુઝ કરી શકો છો. પહેલાં હાઈલાઈટર લગાડી એની ઉપર બ્લશ અપ્લાય કરો. એનાથી ચહેરા પર વધારે ગ્લો આવશે.
- હોઠો પર પણ કામ આવશે હોઠની બરાબર વચ્ચે લાઈટ હાઈલાઈટર લગાડી લિપસ્ટિક કે પછી લિપગ્લોઝ લગાડો એનાથી લિપસ્ટિક લાંબો સમય ટકશે અને તમારા હોઠ પણ ખૂબસૂરત લાગશે. જો તમારા લિપ્સનો શેપ કયુપિડ બો હોય તો એને બરાબર હાઈલાઈટ કરો.
- આ રીતે ઉપયોગ કરો હાઈલાઈટરને આઈશેડોની જેમ આંખો પર લગાડવાથી શિમરી લુક મળી શકશે. એ માટે હંમેશાં આંખો પર મેકઅપ કરતાં પહેલાં લાઈટ હાઈલાઈટર લગાડો અને પછી આઈલાઈનર અને કાજલ લગાડી આઈ મેકઅપ કમ્પલીટ કરો.
- અપ્લાય કરો તમારા કન્સીલરમાં થોડું હાઈલાઈટર મિકસ કરી એને સ્પોન્જથી આંખોની નીચે લગાડો. એ તરત જ આંખોને હાઈલાઈટ કરી એને ચમક આપશે. જો તમે આંખને મોટી દર્શાવવા ઇચ્છતાં હો તો ફાઉન્ડેશન અને સેટિંગ પાઉડરને મિકસ કરીને પણ એ લગાડી શકાય છે.
- કયારે ઉપયોગ કરશો? ફેસ પર કન્સીલર, ફાઉન્ડેશન અને લુઝ પાઉડર લગાડયા બાદ તમે હાઈલાઈટર લગાડી શકો છો એનાથી તમારી ત્વચા ગ્લો કરશે. ફેશિયલ ઓઇલ અને કન્સીલર મિકસ કરી બનાવો હાઈલાઈટર જો તમારી પાસે હાઈલાઈટર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે માત્ર કન્સીલર, ફેશિયલ ઓઇલ અને મેકઅપ બ્લેન્ડર હોવાં જોઈએ. સૌથી પહેલાં ચીકબોન્સ, નાક, આઈબ્રો બોન અને ઉપલા હોઠની વચ્ચે કન્સીલર લગાડો. એને મિકસ ન કરો. તમારી મેકઅપ સ્પંજમાં ફેશિયલ ઓઈલનાં થોડાં ટીપાં લઇ પછી કન્સીલર સાથે મિકસ કરી બરાબર લગાડી દો.
- શરીર પર લગાડો હાઈલાઈટરને શરીરનાં બાકીનાં અંગો પર પણ લગાડી શકાય છે અને એ અંગોને પણ એ ખૂબસૂરત બનાવે છે. જો તમે શોર્ટ ડ્રેસ પહેરતાં હો તો થાઈબોન અને ટિબિયા પર હાઈલાઈટરનો ઉપયોગ કરવો જોઈએ. કોલર બોન્સ અને ખભાની વચ્ચે ક્રીમ હાઈલાઈટિંગ સ્ટિકનો ઉપયોગ ચમત્કાર કરશે.
- સ્કિન ટોન અનુસાર હાઈલાઈટર ગોરા લોકોએ પર્લી કે શેમ્પેન શીનવાળું હાઈલાઈટર લગાડવું જોઇએ. એ તમારી સ્કિનને નેચરલ ગ્લો આપશે. જો તમારી સ્કિન ટેન્ડ લુકવાળી હોય તો ગોલ્ડ, પીચ કે સેન્ડ શેડવાળાં હાઈલાઈટર લગાડો એ તમારી ત્વચાને સન-કિસ્ડ ગ્લો આપે છે.