ઘણાં લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી અને તેઓ સતત ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ઓછો પગાર મેળવતા હોવા છતાં આશ્ચર્યજનક સુખ અને શાંતિભર્યું જીવન જીવતા હોય છે. આ પાછળનું કારણ શું છે? આ કેવી રીતે શકય છે. કયારેય વિચાર્યું ખરું? પ્રામાણિકતા એ ધર્મનો ઊંચામાં ઊંચો પ્રકાર છે. જો તમે પ્યોર વ્યકિત છો અને પ્રામાણિક જીવન જીવો છો તો આપણને આપણા કર્મોનું સારું ફળ મળશે. જો આપણે અંદરથી અપ્રામાણિક હશો તો આપણા જીવનમાં નકારાત્મક પ્રતિબિંબ પડશે. આપણે હંમેશા પ્રામાણિક રીતે જીવન જીવવું જોઇએ. બીજી વ્યકિતને છેતરવા કે નીચે પછાડવામાં આપણે આપણી પ્રામાણિકતા ગુમાવી દઇએ છે. આપણા જીવનમાં પ્યોરિટી અને પ્રામાણિકતા ખૂબ મહત્વના છે.
અમરોલી – પટેલ આરતીબેન જે આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પ્રામાણિકતા અને પ્યોરિટી
By
Posted on