Gujarat

ખેલૈયાઓ ખુશ: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત- નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે

ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.

નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.

અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top