Charchapatra

સુધરાઈ કચેરી મુઘલસરાઈ છે તેની ગવાહી ઇતિહાસ અને ઇતિહાસવિદો આપે છે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પર્શતી ઐતિહાસિક ગાથા મુઘલસરાઈ અંગે એવી છે કે, ઇતિહાસ બદલી શકાતો નથી. અલબત્ત, ઈતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ અને એનો એવો અભ્યાસ કરનાર કે લખનાર વિદ્ધાનોને “ઇતિહાસકાર” અને / અથવા “ઇતિહાસવિદ્ “ પણ કહે છે. આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથક્કરણ કરાય છે અને તે મોટા ભાગે ઘટનાઓનાં કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ કરે છે.  જ્યોર્જ સંત્યાનાનું પ્રખ્યાત કથન છે કે “જે લોકો ભૂતકાળ યાદ રાખતા નથી તેઓ જ તેનાં પુનરાવર્તનને નકારે છે”! કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિદ્યાશાખામાં ‘રસહીન તપાસ’ને બદલે “સાંસ્કૃતિક વારસો” શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે.  ખેર, શાહજહાંએ સુરતમાં મુઘલસરાઈ બનાવડાવી, ટંકશાળામાંથી મુઘલ સિક્કા બહાર પાડ્યા હતા! એવી ગવાહી ઇતિહાસ સહિત ઇતિહાસકારો પણ પૂરે છે. આમ બાદશાહ સલામતના ખાસ હકીકતખાનની દેખરેખમાં નિર્માણ પામેલું : મુખ્ય દ્વાર પરની તખ્તી હાલ મુંબઈના છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયમાં છે. મૂળે અને મુદ્દે

વિશ્વમાં જાણીતી આઠ અજાયબીમાંની એક ભારતનો આગ્રાનો તાજમહેલ છે ત્યારે મુઘલ બાદશાહ સલામત શાહજહાંએ સુરતમાં હજયાત્રીઓ માટે બનાવેલી મુઘલસરાઈ અને ટંકશાળામાં બહાર પડેલા ચલણી સિક્કાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે 16 મી સદીમાં સ્થાપત્યકળાનો ઉદય કરનાર મુઘલ બાદશાહ સલામત શાહજહાં તે સમયે ગુજરાતના સૂબા હતા. ત્યારે તેમણે તેમના ખાસ એવા હકીકત ખાન પાસે સુરતની મુગલીસરાઈની જૂની ઈમારત બનાવી હતી.  જે ખાસ કરીને હજયાત્રીઓની સગવડ માટે બનાવવામાં આવી હતી. સુરતમાં હાલમાં મુગલીસરા વિસ્તારનું નામ મુઘલસરાઈ પરથી જ પડ્યું હતું. ઈતિહાસકારોનાં સંશોધન મુજબ સુરતના નવાબ સાહેબનો સિક્કો શાહજહાં-3ના શાસનમાં બહાર પાડવામાં આવ્યો હતો. આ ચાંદીનો રૂપિયો પણ સુરતની જ ટંકશાળામાંથી બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સુરતનું નામ સ્પષ્ટ વંચાય છે.

શાહજહાંના નામની સાથે જ આ સિક્કાઓ પર અરબી ભાષામાં સુરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુઘલ શાસનના સૌથી શક્તિશાળી રાજા ઔરંગઝેબ બે વર્ષ સુધી સુરતમાં રહ્યાં.તેમને સુરત એટલું ગમી ગયું હતું કે, તેણે ચલણી સિક્કા પર અરબી ભાષામાં ‘દિલબહાર સુરત’ અને ‘બંદર-એ-મુબારક સુરત’ લખાવ્યું હતું. તેમનો પુત્ર ફારુક સુરતમાં આવ્યો ત્યારે તેણે બહાર પડાવેલા સિક્કામાં પણ સુરત નામનો ઉલ્લેખ કરાયો હતો.(અભ્યાસ)
સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top