નવી દિલ્હી : દેશની સેમી હાઈ સ્પીડ ટ્રેનોમાંની (High speed trains) એક વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) હવે નવા સ્વરૂપમાં જોવા મળશે. ઈન્ડિયન રેલવેને (Indian Railways) મળી રહેલા ફિડબૈકના આધારે હવે વંદે ભારત ટ્રેનોને અપગ્રેડ કરી રહી છે. જેના ચલતે વંદે ભારત એક્સપ્રેસના રંગમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં વંદે ભારત હવે સફેદને બદલે ભગવા રંગમાં જોવા મળશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnave) ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ની મુલાકાત લીધી હતી. જેના તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી ફોટા શેર કર્યા હતા. જેમાં વંદે ભારતનો નવો લુક જોવા મળ્યો છે. જો કે તે હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ તેનું ઉત્પાદન ચેન્નાઈની ઈન્ટિગ્રલ ફેક્ટરીમાં થઈ રહ્યું છે.
વંદે ભારત એક્સપ્રેસના નવા લુકમાં ભગવા રંગની સાથે સફેદ અને કાળો રંગ પણ જોવા મળશે. જ્યારે અત્યાર સુધી આ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ હતો. જો કે આ નવી વંદે ભારત એક્સપ્રેસ હજી સુધી શરૂ નથી થઈ. તે હાલ ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે પાર્ક કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસમાં 25 નવા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારા પાટરીઓ પર ચાલતી વંદે ભારત એક્સપ્રેસના મળી રહેલા તમામ ફીડબેકને આધારે કામ કરી રહ્યા છીએ. તેમણે વધુ કહ્યું કે અમે આ સાથે અન્ય ઘણી બાબતો પર પણ ચર્ચા કરી છે. અમે આ ટ્રેનમાં એક નવું સેફ્ટી ફીચર પર પણ કામ કરી રહ્યા છીએ.
વંદે ભારત એક્સપ્રેસના કુલ 25 રેક તેમના નિર્ધારિત રૂટ પર કાર્યરત છે
ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) કાર કરી રહેલા રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસના કુલ 25 રેક તેમના નિર્ધારિત રૂટ પર કાર્યરત છે. આ સાથે હજી બે રેક આરક્ષિત છે. તેમણે કહ્યું હતું કે જોકે આ 28મી રેકનો રંગ ટેસ્ટ તરીકે બદલવામાં આવી રહ્યો છે.