અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 207 જળાશયોમાં (Reservoir) 11 જુલાઈના રોજ 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર (Sardar Sarovar) ડેમમાં 1,51,586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. એટલે કુલ 45. 37 જળસંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 13 જેટલા જળાશયોને હાઈ એલર્ટ (High Alert) કરી દેવામાં આવ્યા છે.
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલના જણાવ્યા અનુસાર 11 જેટલા ડેમ એવા છે જેમાં 100 અથવા તેથી વધુ જળસંગ્રહ થયો છે. ત્યારે 18 જેટલા જળાશયોમાં 70થી100 ટકા, સરદાર સરોવર સહિત 25 જળાશયોમાં 50થી 70 ટકા અને 101 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 અને કચ્છના 20, મધ્ય ગુજરાતના 17, ઉત્તર ગુજરાતના 15 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યના 13 જળાશયો જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 11 જળાશયો અને 90થી100 ટકા જળસંગ્રહ ધરાવતા બે જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 80થી 90 ટકા જળસંગ્રહવાળા 8 જળાશયોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. 70થી 80 ટકા ભરાયેલા 7 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતના આ શહેરોમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી: રેડ એલર્ટ
અમદાવાદ: રાજ્યમાં મધ્ય ગુજરાત (Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 11-12 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે 13થી 15 જુલાઈએ રાજ્યના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની (Weather Department) આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં રેલમાર્ગ અને હવાઈમાર્ગને પણ અસર પડી રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણ સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સુરત જિલ્લાના કલેક્ટરે (CollectorSurat) જાણકારી આપતા જણાવ્યું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત જિલ્લામાં 11 અને 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 13થી 15 જુલાઈએ ખુબ જ ભારે વરસાદના કારણે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ કરે નહીં.