Vadodara

રોગચાળાએ માથુ ઉચકતા ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો

વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરમાં એક તરફ પાણીનો નિકાલ ન થતાં અને રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે. ત્યારે ચિકનગુનીયા,વાયરલ તાવ, શરદી,ખાંસી,તેમજ દુષિત પાણીના કારણે કમળો અને ડેન્ગ્યુ તાવના દર્દીઓનો રાફડો ફાડ્યો છે.ત્યારે કારેલીબાગ ચેપીરોગ 50 બેડની સુવિધાઓ અને 30 થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા છે.

વડોદરા શહેરમાં ચારે બાજુ દૂષિત પાણીની બુમરાણો ઉઠી છે.બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.જેનો નિકાલ નહીં થતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા માંડ્યો છે.હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચું કર્યું છે.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.કેટલીક હોસ્પિટલો તો દર્દીઓથી હાઉસફૂલ બની છે.ત્યારે શહેરના કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં પણ વાયલર તાવના કેસોમાં સો ટકાનો વધારો થયો હોવાનું હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.ચેપીરોગ હોસ્પિટલમાં પચાસ બેડની સુવિધા છે જેની સામે ચાલીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

આ અંગે હોસ્પિટલના ડો.પ્રિતેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને બાકી પાણીજન્ય રોગોની શરૂઆત થઈ છે.જેથી ઝાડા ઉલટીના પણ કેશો જોવા મળી રહ્યા છે.પ્રીકોસન માટે વાત કરીએ તો ખાસ કરીને ઉકાળીને જ પાણી વાપરવું જોઈએ,ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ જણાય અથવા તો ખાડા ખાબોચીયા માં ગંદુ પાણી ભરેલું જણાય તો તાત્કાલિક તેનું નિરાકરણ કરવું જોઈએ.ઘરના ધાબા ઉપર કે બહાર એર કુલરમાં પણ પાણી પડી રહ્યું હોય તો એમાં મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા છે.

તો તેનો નિકાલ કરવો જોઈએ અને મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ. મહત્વની બાબતે છે કે લારી ગલ્લા ઉપર જે ખાદ્ય પદાર્થો છે. ખુલ્લામાં વેચાતા પાણીપુરી સહિતના જેને બને ત્યાં સુધી આ સિઝનમાં ખાવા ન જોઈએ.ઘરમાં પણ તાજો રાંધેલો ખોરાક જ ઉપયોગ કરવો જોઈએ. 50 બેડની હોસ્પિટલ છે. તેમાંથી 40 દર્દીઓ દાખલ છે. તાવના કેસોનું પ્રમાણ સો ટકા વધ્યું છે અને દર વર્ષે આ સિઝનમાં કેસોનું પ્રમાણ વધતું જ હોય છે અને આ વર્ષે પણ વધારો દેખાઈ રહ્યો છે.

Most Popular

To Top