નર્મદા: ગુજરાતના (Gujarat) તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. આણંદ (Anand) અને બનાસકાંઠા (Banaskantha) બાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા (Dediyapada) તાલુકામાં ભારે વરસાદના કારણે ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં (Mohan River) ઘોડાપૂર સર્જાયું છે. જેના કારણે 10 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા (Lost Contact) થયા છે.
- નર્મદા જિલ્લામાં ભારે વરસાદ
- ધોધમાર વરસાદ વરસતા મોહન નદીમાં પૂર જેવી સ્થિતિ
- 10 ગામો સંપર્ક વિહોણા થયા
- ભૂતબેડા, મોટા જાંબુડા, ગારદા, ખામ, મંડાળા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ
- મોહન નદી પરનો ચેકડેમ પૂરના પાણીમાં ગરકાવ થયો
સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાની મોહન નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસ વરસાદના કારણે મોહન નદીમાં પાણીનું સ્તર વધી જતા આસપાસના ગામોમાં નદીનું પાણી ફરી વળ્યું છે. આ સિવાય ચેકડેમ પૂરના પાણીમાં ગરકાવ થયો છે.
ડેડિયાપાડાના ગામો જેવા કે ભૂતબેડા, મોટા જાંબુડા, ગારદા, ખામ, મંડાળા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ ગારદા અને મોટા જાંબૂડા ગામની નજીકથી પસાર થતી મોહન નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે મોહન નદીનું જળસ્તર વધ્યું છે જેના કારણે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે, તેમજ કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. આ કોઝવે અનેક ગામોને જોડતા બ્રિજ છે. ખાસ કરીને અંકલેશ્વર તથા સુરત જતા વાહનચાલકો માટે આ એક બ્રિજનો સહારો છે. જે બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ખામ, ભૂતબેડા, તાબદા, મંડાળા, ખાબજી જેવા અનેક ગામડાં જોડાયેલાં છે. તેથી વિદ્યાર્થીઓ, શાળા-કોલેજે કે નોકરીયાત લોકો આ કોઝવેનો સહારો લે છે. પરંતુ ચોમાસું આવતા જ દર વર્ષે લોકોએ હાલાકી ભોગવવી પડે છે.
નર્મદા જિલ્લા અંતરિયાળ અને ડુંગરોથી છવાયેલો હોવાથી ડુંગરોનું સીધું નદી, તળાવ, નાળામાં ભેગું થાય છે. આ કોઝવે પર ડુંગરો પરથી પાણી આવતું હોવાથી લોક જીવના જોખમે કોઝવે પાર કવા માટે મજબૂર બને છે. દર વર્ષે ચોમાસામાં કોઝવે પર વિપુલ પાણાી પસાર થતું હોય છે જેના કારણે વાહનવ્યવહરો ઠપ પડી જાય છે.