ગાંધીનગર: રાજયમાં આગામી 48 કલાક માટે હીટ વેવની (Heat wave) અસર રહેશે. જેના પગલે 2થી 3 ડિગ્રી જેટલો ગરમીમાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ આજે રાજયમાં ગરમીનો વધીને કચ્છના નલિયામાં 41 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી.
- બે દિવસમાં પારો વધુ 2થી 3 ડિગ્રી જેટલો વધશે
- ભાવનગરમાં 35, અમદાવાદમાં 39, અમરેલીમાં 40 અને વડોદરામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગના (Meteorological Department) કહેવા મુજબ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ , ગાંધીનગર, બનાસકાંઠા , સાબરકાંઠા , પાટણ , મહેસાણા અને કચ્છમાં હીટવેવની અસર વર્તાશે. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 39 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., વલસાડમાં 33 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 38 ડિ.સે., નલિયામાં 41 ડિ.સે., અમરેલીમાં 40 ડિ.સે. ભાવનગરમાં 35 ડિ.સે.,રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 39 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.
નવસારીમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું, લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડ્યું
નવસારી : નવસારીમાં આજે મહત્તમ તાપમાનમાં નહિવત વધારો થતા તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું છે. જયારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે.
નવસારીમાં વાદળછાયું વાતાવરણને પગલે ગરમીનો પારો 40 ડિગ્રીથી ગગડીને સીધો 35 ડિગ્રી આસપાસ રહ્યો છે. જેથી ગરમીમાં ઘટાડો થયો હતો. જોકે ત્યારબાદથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેતા હાલમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે.
નવસારીમાં આજે શનિવારે મહત્તમ તાપમાન 0.3 ડિગ્રી વધતા 35.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 22 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 42 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 5.4 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.