Gujarat

અમદાવાદમાં 107 વર્ષીય વૃદ્ધની માત્ર 15 મિનિટમાં હાર્ટ સર્જરી, સારવાર બાદ 3 કલાકમાં જ સ્વસ્થ

અમદાવાદ: અમદાવાદમાં (Ahmadabad) દેશના સૌથી વધુ ઉંમરની વૃદ્ધ મહિલાની હાર્ટ સર્જરી (Heart Surgery) કરવામાં આવી છે. 107 વર્ષની ઉંમરે વૃદ્ધાને હાર્ટ એટેક (Heart Attack) આવ્યા બાદ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં (Sims Hospital) એન્જીયોપ્લાસ્ટી અને ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી. અનોખી વાત તો એ છે કે મહિલાની સર્જરી થયા બાદ તે એક જ દિવસમાં હરતી ફરતી થઈ ગઈ હતી. ડોક્ટર્સના કહ્યા પ્રમાણે વૃદ્ધ મહિલાના હાર્ટમાં 99 ટકા બ્લોકેજ હતું. છતાં પણ ડોક્ટરના સફળ પ્રયાસથી દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી.

અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મૂળ મધ્યપ્રદેશની 107 વર્ષીય બાદામબાઈ વ્યાસને હાર્ટ એટેકની સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી અને ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે દર્દીનું 99 ટકા હાર્ટ બ્લોક થઈ ગયું હતું. વધારે ઉંમર હોવાના કારણે તેમનું સ્વાસ્થયને ધ્યાનમાં રાખી હાર્ટ સર્જરી કરવી ઘણી મુશકેલ બની હતી. પરંતુ અમદાવાના સિમ્સ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા સફળ સર્જરી કરી મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

માત્ર 15 મિનિટમાં હાર્ટ ઓપરેશન કર્યું
અમદાવાદ સિમ્સ હોસ્પિટલના તબીબોએ અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. જ્યારે 107 વર્ષીય હાર્ટ એટેકના દર્દીને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે દર્દીની ઉંમર અને નાજુકતા જોઈને તબીબોથી કોઈપણ નાનકડી ભૂલ ન કરી બેસે તેનું ખાસ ધ્યાન રાખવાનું હતું. સિમ્સ હોસ્પિટલમાં ડોકટર કેયુર પરિખ અને તેમની ટીમે દર્દીને તપાસતા એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ જોવા મળી હતી. તાત્કાલિક જ ડોક્ટરે 15 મિનિટ જેટલા સમયમાં જ એન્જીયોપ્લાસ્ટી અને ઇલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરી હતી. સફળ સર્જરી કર્યાના 3 કલાકમાં જ દર્દી અગાઉની જેમ સ્વસ્થ થઈ ગયા હતા. બાદામબાઈ ભાનમાં આવતા ડોકટર પણ ખુશ થયા હતા. દર્દી અગાઉની જેમ જ એક દિવસમાં હરતા ફરતા થઈ ગયા હતા.

MPથી 8 કલાક એમ્બ્યુલન્સમાં બેસાડી દર્દીને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લવાયા
મધ્યપ્રદેશના મંસુર જિલ્લામાં રહેતા 107 વર્ષના બાદામબાઈ વ્યાસને હાર્ટ એટેક આવ્યો હતો. આ અગાઉ જ્યારે તેમની બગડી હતી ત્યારે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર માટે 2-3 દિવસ ICU માં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ રજા આપતા તેમને ઘરે લાવવામાં આવ્યા હતા પરંતુ ઘરે જતા ફરીથી 4-5 દિવસ બાદ તેમની તબિયત બગડી હતી. બાદામબાઈની દીકરીની સારવાર ભૂતકાળમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી જેમાં સફળતા મળી હતી તેથી તેમના પરિવારે બાદામબાઈને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ લાવવાનો નિર્ણય કર્યો હતો. મધ્યપ્રદેશથી 8 કલાક એમ્બ્યુલન્સમાં બેસાડીને બાદામબાઈને સિમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

પરિવારને વિશ્વાસ હતો સારવાર બાદ દર્દી પહેલાની જેમ સ્વસ્થ થઈ જશે
બાદામબાઈના પૌત્ર ચંદ્રશેખર વ્યાસના જણાવતા કહ્યું કે, હું નર્સિંગનો અભ્યાસ કરું છું, જેથી મને હાર્ટ એટેકનો અંદાજ આવી ગયો હતો. આ અગાઉ અમારા પરિવારના એક સભ્યની અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સફળ સારવાર થઈ હતી. જેથી અમે સિમ્સ હોસ્પિટલમાં જ જવાનું નક્કી કર્યું હતું. દાદીને અહીંયા લાવ્યા ત્યારે અમને આશા હતી કે, દર્દીની સારવાર સારી થશે. આજે દાદી ફરી અગાઉની જેમ પાછા ઉભા થયા છે.

Most Popular

To Top