26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) કાઢવાની ખેડૂતોની માંગ સામે દિલ્હી પોલીસની અરજી પર સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ, કોર્ટે કહ્યું કે પોલીસ નિર્ણય કરશે કે કોણ આવશે અને કોણ દિલ્હીમાં આવશે નહીં, કારણ કે તે કાયદો અને વ્યવસ્થાથી સંબંધિત એક મુદ્દો છે.
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આ મામલે નિર્ણય કરવાનો તમારો સંપૂર્ણ અધિકાર છે. અમે નથી કહી રહ્યા કે તમારે શું કરવું જોઈએ. અમે 20 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી કરીશું.
પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY ) ની ઉજવણીને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરતી કોઈપણ રેલી કે વિરોધ રાષ્ટ્ર માટે શરમજનક છે.આ બાબત દુનિયાભર માં આપણાં દેશને બદનામ કરશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે.અલગ અલગ અહેવાલો ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણાં લોકો પ્રજાસત્તાક દિનની પરેડને વિક્ષેપિત કરવા લાલ કિલ્લા પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.
ખેડૂત નેતાઓનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ દિલ્હીના આઉટર રીંગ રોડ પર રાષ્ટ્રધ્વજ સાથે ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે.પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઈ ખલેલ કરવામાં આવશે નહીં.
આંદોલન સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્રાંતિકારી ખેડૂત સંઘના વડા દર્શન પાલે કહ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ખેડૂત આંદોલનમાં ભાગ લેનારા અથવા તેમનું સમર્થન કરનારાઓ સામે કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે.
એનઆઈએ (NIA) એ ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા 50 થી વધુ નેતાઓ અને ઉદ્યોગપતિઓને સમન્સ મોકલ્યું છે. આમાં પટિયાલામાં બબ્બર ખાલસા આતંકી જગત્તરસિંહ હાવરાના પિતા ગુરચરણ સિંહ અને ખેડૂત નેતા બલદેવસિંહ સિરસા શામેલ છે.