Vadodara

કેનેડામાં નોકરી અપાવવાનું કહી સુરતના સેલ્સએક્ઝિયુકટીવ પાસેથી રૂા.1.20 લાખ પડાવી લીધા

વડોદરા: સુરતના કઠોદરા ગામે રહેતા નિકુંજ શામજીભાઈ સરધારા બરોડા ગ્લોબલ શેયર્ડ સર્વિસેજ લીમીટેડમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોધાવી હતી કે કેનેડા ખાતે વર્ક પરમીટ માટે જવુ હોવાથી મને સોશીયલ મીડીયાના માધ્યમથી ખબર પડી હતી કે લક્ષ મેનેજમેન્ટ કન્સટન્સીની માંજલપુર ખાતે આવેલી તે ઓફીસ પર હું વર્ષ 2021માં ગયા હતા અને આશિષભાઇ ગવલીને મળ્યા હતા ત્યારે તેઓએ મને કેનેડા વર્ક પરમીટની પ્રોસેસીંગ ફી પેટે 4 લાખ આપવા પડશે અને વર્ક પરમીટ ન મળે તો 60 દિવસમાં તમામ પૈસા પરત આપીશુ તેમ જણાવ્યું હતું જે પૈકી એક લાખ રૂપિયા એડવાન્સમાં આપવાના થશે અને બાકીના ત્રણ લાખ કેનેડા જઇ નોકરી લાગી ગયા પછી નોકરીમાંથી આપવાના થશે. જેથી મારે કેનેડા વર્ક પરમીટ ઉપર જવું હોય મેં આ આશિષભાઇ ગવલીને તેજ દિવસે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફીસ પર 1.20 લાખનો ચેક આપ્યો હતો.

મારા ઓનલાઇન ઇન્ટરવ્યુ થયેલા અને હું ઇન્ટરવ્યુ પાસ પણ થયો હતો. મારા વર્ક પરમીટ વિઝા આવેલ ન હોવાથી કંટાળીને તેઓની ઓફિસ ખાતે જઇ આ આશિષ ગવલી, કુણાલ નિકમ અને વિકાસ પટેલ તથા માનસી પંચાલને મળેલ અને તેઓને કેનેડા વર્ક પરમિટ વિઝા કરાવી આપો અથવા મેં આપેલ પૈસા પરત આપો તેમ જણાવતા તેઓએ અમોને જણાવ્યું હતું કે કે થોડા દિવસ પછી તમારા વર્ક પરમીટ વિઝા આવી જશે અને જો ન આવે તો તમોને પૈસા પરત આપી દેશું. આ માટે તેઓએ ચેક પણ આપ્યા હતા. બે ચેકો અમારા ખાતામાં જમાં કરાવતા અપુરતા બેલેન્સના કારણે પરત થયા હતા.
જેથી, મારી સાથે આ ચારેય જણાએ મને ખોટું લીમીયા સર્ટી આપી મારી સાથે પૂર્વ આયોજિત કાવતરૂ રચી છેતરપિંડી કરી છે.

આયર્ડલેન્ડ મોકલવાના નામે ઠગાઈ
આણંદના કિશનકુમાર પ્રવિણભાઈ પંચાલ આયરલેન્ડ વર્ક પરમીટ માટે જવુ હોવાથી વર્ષ 20222માં લક્ષ કન્સલ્ટન્સીની ઓફીસ પર જઇ આયરલેન્ડ વર્ક પરમીટ વિઝા માટે આશિષ ગવલી તથા માનસીને મળ્યા હતા.જેઓએ પ્રોસેસીંગ ફી માટે રૂ.2.80 લાખ આપવા જણાવ્યું અને ત્યારબાદ કિશનકમાર પંચાલે રૂબરૂ તેઓની ઓફિસે જઇ આશિષ ગવલીને ઓનલાઈન એક લાખ જમા કરાવેલ હતા. તે બાકીના રૂ.1.80 લાખ આયરલેન્ડ ખાતે જઇ નોકરી લાગી ગયા પછી આપવાનું નકકી થયું હતું. કિશનકુમારે છેતરપિંડી ફરીયાદ નોધાવી છે.

Most Popular

To Top