વડોદરા: પત્નીના પરપુરૂષ સાથે આડાસંબંધ મામલે ઠપકો આપતા પતિને પત્ની અને જમાઈએ મારઝૂડ કરતા છોડાવવા પડેલા નોકરને જમાઈએ તિક્ષ્ણ ખંજર હુલાવી દીધું હતું. અત્યંત ઝનૂનપૂર્વક કરેલા જીવલેણ ગંભીર હુમલામાં નિર્દોષ નોકરના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. પોલીસે સાસુ-જમાઈની અટકાયત કરી હતી. વારસિયા વાસવાણી કોલોનીમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ જવરમલ લાલવાણી રિક્ષા ડ્રાયવિંગની સાથે ગોલ્ડન ચોકડી સ્થિત શ્રીરંગ માર્કેટ ટાયરની દુકાન સામે ચ્હાની લારી ચલાવે છે.
ચાર વર્ષ પૂર્વે જીતેન્દ્રએ રેખા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ચ્હાની લારી ચલાવતા દંપતિ વચ્ચે વારંવાર ખટરાગ થતો હતો. પત્નીના પરપુરૂષ સાથે આડાસંબંધની બોલાચાલી થતાં પત્નીએ ચ્હાની લારી પચાવી પાડી હતી અને પતિને ધમકી આપી હતી કે, લારી પર આવીશ તો મારા જમાઈ દિલિપ બાબુભાઈ પાતાણીને કહીને પતાવી દેવડાવીશ.
મધરાત્રે રિક્ષા લઈને જીતેન્દ્ર ચ્હાની લારી પર નોકર અજય વસાવા અને સગીર વયનો િકશોર ગયા હતા. પત્નીના બદલે જમાઈ િદલિપ ચ્હાની લારી પર જોવા મળ્યો હતો. સસરા જીતેન્દ્રને જોતા જ ઉશ્કેરાયેલા જમાઈએ તિક્ષ્ણ ખંજર કાઢીને સસરાના બંને પગના સાથળમાં હુલાવી દીધું હતું. નોકર અજય વસાવા માલિકને છોડાવવા વચ્ચે પડતા જમાઈએ અજયના પેટમાં ખંજર મારી દેતા પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા.
લોહીલુહાણ ગંભીર હાલતમાં અજયને લઈને જીતેદ્ર સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ થતાં નોકર બેભાન થઈ ગયો હતો. હરણી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પત્ની અને જમાઈ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને પીએસઆઈ ડી. એસ. ગજેરાએ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં અટકાયત કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.