ગુજરામિત્રની આસપાસ ચોપાસ પૂર્તિમાં વાલિયા તાલુકાના દેશાડ ગામનો ઇતિહાસ અહેવાલ ફોટાઓ સાથે બહુ સરસ પ્રસિધ્ધ થયો. દેશાડ એટલે ખરેખર રાજકારણનું બિંદુ સમાન હતું. હરિસિંહ અને પ્રભાતસિંહ ભગુબાવા મહિડા બંને બંધુઓએ રાજકીય તથા સહકારી ક્ષેત્રે નામ રોશન કર્યું હતું. ઘણી બધી વિગતો દર્શાવી પણ એક પ્રસંગ રહી ગયો હતો તેના પર ધ્યાન દોરું છું. જયારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મંત્રી મંડળમાં હરિસિંહ મહિડા કેબીનેટ મંત્રી હતા તે સમયે હરિસિંહ નાના એ દેશાડથી વાલિયા જતો માર્ગ ડબલ કારપેટ રોડ બનાવ્યો હતો, જે લોકો માટે ખુબ ઉપયોગી હતો. આથી હરિ માધવ નામ આપ્યું હતું.
જે આજે સંભારણું બની ગયો છે. હરિસિંહ મહિડા દેશાડના સપૂત હતા. તેમણે સરપંચથી માંડીને ભરૂચ જિ. પંચાયતના પ્રમુખ ઉપરાંત બે ત્રણ વાર ધારાસભ્ય ચુંટાયા હતા અને તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ તથા અમરસિંહ ચૌધરીના મંત્રી મંડળમાં વિવિધ ખાતાના મંત્રી રહ્યા હતા. દીર્ઘ દ્રષ્ટિવાળા હતા. ગરીબ, દલિત, વંચિત, શોષિત વર્ગના અનેક કામો કર્યા હતા જેને આજે પણ લોકો યાદ કરે છે બે વાર રાજય સભાના સાંસદ પણ રહ્યા હતા. નાના હુલામણા નામથી જાણીતા હતા. વટારીયા સુગરની સ્થાપના કરીને ખેડૂતોને શેરડી જેવો પાક પકવવા માટે તૈયાર કર્યા હતા. પ્રભાતસિંહ મહિડા તેમના મોટા ભાઇ હતા. તેમણે પણ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. વાલિયા જીનની શરૂઆત કરીને ખેડૂતોને કપાસની ખેતી કરવા પ્રેરણા આપી હતી. રાષ્ટ્રિય નેતા સ્વ. અહેમદ પટેલને પણ યુવાન વયે રાજકારણમાં લાવનારા હરિસિંહ મહિડા હતા. સ્વ. ઇંદિરા ગાંધીના વિશ્વાસ પાત્ર નેતા હતા.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.