Business

ટીમ ઇન્ડિયા માટે અલગ ભાત ઉપસાવી રહેલો હાર્દિક 2.0

સપ્ટેમ્બર 2018માં જે મેદાન પરથી પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હાર્દિકને પીઠની ઇજાને કારણે સખત પીડામાં સ્ટ્રેચર પર મેદાનમાંથી બહાર લઇ જવો પડ્યો હતો. તે સમયે ઘણાં સવાલો ઉઠયા હતા કે શું હાર્દિક ફરી ક્યારેય આટલી જ આક્રમકતાથી બોલિંગ કરી શકશે? જો તે ન કરી શકે તો શું તે એકલા બેટર તરીકે ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકશે? તેનાથી ટીમ સંતુલન પર શું અસર પડશે? આ તમામ સવાલો આ વર્ષે ફેબ્રુઆરી સુધી રહસ્ય સાથે જળવાયેલા રહ્યા હતા.
ખાસ કરીને તેની બોલીંગ બાબતે. જો કે હાર્દિકે પણ દેખીતી રીતે તેના વિશે જાહેરમાં વાત કરી ન હતી. આઇપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ ગુજરાત ટાઇટન્સે તેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો અને તે પછી આ ફ્રેન્ચાઇઝીની એક પ્રેસ ઇવેન્ટમાં તેની બોલીંગ અગે ઘુમરાતા સવાલો પુછવામાં આવ્યા, ત્યારે હાર્દિકે જ્યારે કહ્યું હતું કે તેણે જવાબ વાળ્યો હતો કે એ એક સિક્રેટ છે અને તેના કારણે સવાલો વધુ ભડક્યા હતા.

ગયા વર્ષના ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક એક નિષ્ણાત બેટર તરીકે રમ્યો હતો, જો કે એ પછી તેણે થોડો સમય બહાર રહેવાનું પસંદ કર્યું. તે પછી તેણે એવો ટાઇમ ઓફ લીધો કે સોશિયલ મીડિયા પર પણ તે દેખાયો નહોતો. તેણે ઊંઘ અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોબોટ જેવું શેડ્યૂલ તૈયાર કર્યું. તેણે ફેંકેલો દરેક બોલ, તેણે બેટીંગ કરેલો દરેક બોલ, તે મેદાનની આસપાસ દોડતો દરેક લેપ, તેણે કરેલો દરેક સ્ક્વોટ રેખાકિંત કરવામાં આવ્યો હતો. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે હાર્દિકને શોર્ટ બોલનો માર લાગવાનો ડર લાગ્યો હતો. તેને ચેસ્ટ ગાર્ડ પહેરવાની આદત ન હતી, જે તેને સમજાયું કે તે માત્ર ઇગોનો મુદ્દો છે. એકવાર તેને તેના માર્ગદર્શક ભારતના માજી વિકેટકીપર કિરણ મોરે દ્વારા સમજાવવામાં આવ્યું કે, બેટ્સમેન માટે ચેસ્ટ ગાર્ડ પહેરવું તે સંપૂર્ણપણે સ્વીકાર્ય છે, અને ભૂતકાળના મહાન બેટ્સમેનોએ પણ તે કર્યું હતું, ત્યારે હાર્દિકે તેમની વાત પર વિશ્વાસ કર્યો હતો.

આઈપીએલમાં જે બન્યું તે બધુ આપણી યાદોમાં તાજુ જ છે. ખાસ તો બેટીંગમાં તે ટોપ ઓર્ડરમાં આવીને બેટીંગ કરી તો ક્યારેક મિડલ ઓર્ડરમાં આવીને ફિનિશર તરીકે ભૂમિકા ભજવી, મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને કસોટી હેઠળ રાખીને ત્યાંથી ટોચ પર આવ્યો. બોલર તરીકે હાર્દિકનું પડદા પાછળનું કામ પણ ફળ આપી ગયું અને તેની સ્પીડ પાછી આવી ગઈ હતી, તે કોઇની ચિંતા કર્યા વગર સંપૂર્ણ આક્રમકતાથી બોલિંગ કરી કરવા માંડ્યો છે અને એ જાણે કે હાર્દિક 2.0 બની ગયો છે.
તેની બોલીંગનું નવું સ્વરૂપ આપણે સૌએ રવિવારની રાત્રે દુબઈમાં જોયું, જ્યારે તેના શોર્ટ બોલથી રિઝવાન સંપૂર્ણ રીતે ઓફ બેવેન્સ થઈ ગયો હતો. રિઝવાન પાછળની તરફ વળ્યો, તે એવી સ્થિતિમાં આવી ગયો હતો જ્યાંથી પાછા વળવું અશક્ય હતુ અને બોલ તેની તરફ આવીને બેટને અડીને થર્ડ મેન પર ઉભેલા અવેશ ખાને ડાઇવ લગાવીને કેચ ઝડપી લીધો. આ વિકેટ ક્લાસિક ફાસ્ટ બોલરની વિકેટ હતી.

આ બોલની ઝડપ જોવા કે સમજવા માટે તમારે સ્પીડ ગન જોવાની જરૂર નથી. માત્ર એક ઓવર પહેલા, તેણે ઇફ્તિખાર અહેમદને આવા જ એક ઝડપી બાઉન્સર વડે હતપ્રભ કરીને વિકેટ પાછળ ઝિલાવી દીધો હતો. રિઝવાન આઉટ થયા પછીના બે બોલ પછી, ખુર્શદિલ શાહે તેના બોલે સ્લેશ શોટ રમવાનો પ્રયાસ કર્યો પણ તે ડીપ કવર પર રવિન્દ્ર જાડેજાના હાથમાં કેચઆઉટ થયો હતો તેની ત્રણેય વિકેટ તેના પ્રયાસના કારણે મળી હતી. એક લોગ મુજબ, હાર્દિકની તમામ ડિલિવરી શોર્ટ ઓફ ધ લેન્થ ઝોનમાં રહી હતી, કોઇ બોલ ફુલ નહોતો. તેણે દરેક વિકેટ શોર્ટ બોલ પર મેળવી હતી.. તેની દરેક ડિલિવરી પણ 140 કિમીની ઝડપ ધરાવતી હતી.

મેચ બાદ હાર્દિકે સ્ટાર સ્પોર્ટસને જણાવ્યું હતું કે, બોલિંગમાં મારી યોજનાઓ ખૂબ જ સરળ હતી. હું હંમેશા એક જ વાત કહું છું. હું તેનો ઉપયોગ કેવી રીતે કરું છું તે જ છે. હું કહું છું કે પરિસ્થિતિ અને સ્થિતિનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે અને તે અનુસાર તમારા શસ્ત્રનો ઉપયોગ કર, તમે જાણો છો, હાર્ડ લેન્થ અને અને લેન્થ પર ભાર મૂકવો મારી શક્તિ છે. પરંતુ તેનો ખૂબ જ સમજદારીથી ઉપયોગ કરવાનું હું વિચારું છું. બેટરના મનમાં થોડી શંકા ઊભી થવા દઉં છું અને તેને ખોટો શોટ મારવા હું પ્રેરુ છું.

તેમ છતાં, આ મેચ કટોકટી તરફ આગળ વધી રહી હતી અને ત્યારે ભારતને મેચ જીતવા માટે બેટ્સમેન હાર્દિકના જરૂર પડી ત્યારે મૂશ્કેલ સ્થિતિમાં તેણે જે રીતે બેટીંગ કરી તેનાથી લોકોને એમએસ ધોનીની યાદ આવી ગઇ. તેની જેમ જ શાંત ચિત્તે તેણે લક્ષ્યાંકનો પીછો કરી બતાવ્યો. હાર્દિક જાણતો હતો કે તેના કરતાં બોલરો પર વધુ પ્રેશર હશે અને તેમની એક ભુલની તેને જરૂર હતી. મેચ પછી તેણે કહ્યું હતું કે બેટિંગમાં, વર્ષો પછી મને એટલું સમજાયું છે કે હું જેટલો શાંત રહી શકું છું, તે મને બધી યોજનાઓને અમલમાં લાવવામાં મદદ કરશે, હાર્દિકે કહ્યું હતું કે આવી મેચમાં લક્ષ્યાંકનો પીછો કરવા માટે તમારે હંમેશા ઓવર અનુસા યોજના બનાવવી પડે છે.. મારા માટે, તે 15મી ઓવરથી શરૂ થયું હતું. હું જાણતો હતો કે અમે થોડા પાછળ છીએ, પરંતુ મને એટલું સમજાતું હતું કે એક બોલર નસીમ પોતાની પહેલી મેચ રમી રહ્યો છે અને એક ડાબોડી સ્પિનરની ઓવર બાકી છે.

અંતિમ ઓવરમાં માત્ર સાત રનની જરૂર હતી. જો 15 રન પણ જોઇતા હોત તો તેના માટે મારી પાસે યોજના તૈયાર હતી. રોહિત શર્મા નવા અને સુધરેલા હાર્દિકથી ખુશ જણાયો હતો અને પડદા પાછળના કામ વિશે વાત કરી હતી. રોહિતે કહ્યું હતું કે હાર્દિક ઘણો શાંત છે, હા, પરંતુ તે મેદાન પર શું કરવા માંગે છે તેના પર ખૂબ વિશ્વાસ છે, પછી ભલે તે બેટથી હોય કે બોલથી. રોહિતે કહ્યું હતું કે તે ખુબ જ આત્મવિશ્વાસ ધરાવે છે, તે સમજે છે કે તેને કેવા પ્રકારની ફિલ્ડ પ્લેસમેન્ટની જરૂર છે. અને તે ઝડપી બોલિંગ કરી શકે છે. તે તેની પોતાની રમતને સારી રીતે સમજે છે, બેટ સાથે પણ, તે મેદાન પર એકદમ શાંત હતો, આમ કરીને તે ટીમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો આવી હાઇ પ્રેશર ગેમમાં એક ઓવરમાં 10 રન કરવાના આવે ત્યારે તમે ગભરાઇ જાઓ છો પણ હાર્દિકે શાંત ચિત્તે એમ કરી બતાવ્યું.

Most Popular

To Top