ગાંધીનગર: સરકારે ગત વર્ષે વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરેલ હતું. જેને પાયામાં રાખી વિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત @૨૦૪૭ નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું `૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર આ વર્ષે નાણામંત્રીએ ગૃહ સમક્ષ રજૂ કર્યું. જાણો કોને શું મળ્યું…
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રાજયમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યાં છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજયમાં એમ.એસ.એમ.ઇ. એકમોની સંખ્યા ૧૬ લાખ કરતા વધારે છે. રાજયના અર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો ૩૫.૩૦% છે અને છેલ્લાં દશકમાં આ ક્ષેત્રે ૧૨.૮૦% ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. છેલ્લાં બે દશકામાં ૫૫ બિલિયન યુ.એસ.ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી, રાજય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે.
ગ્લોબલ સેમિકન્ડકટર સપ્લાય ચેઇન-મેન્યુફેકચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે “માઇક્રોન” કંપની દ્વારા સેમિકન્ડકટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બુર્સ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે.
સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો
નરેન્દ્રભાઇ મોદીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેકટના ફેઝ-૧માં ૧૧.૨ કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-૨માં ૫.૫ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-૩માં ગિફ્ટ સિટી સામે ૫ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-૪ અને ફેઝ-૫ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ, રિવરફ્રન્ટની કુલ લંબાઇ ૩૮.૨ કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટમાં થશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેકટિવિટી વધારવા મેટ્રોરૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર ૨૦૦૦ નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસ.ટી. નિગમ દ્વારા વધુ ૨૫૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે.
એક જ નંબર ડાયલ કરવાથી તમામ ઈમરજન્સી સર્વિસ મળશે
એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરાશે. આ માટે સંપૂર્ણ રાજયમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.
ગુજરાતીઓની આવક 20 વર્ષમાં અઢી લાખનો વધારો થયો
તીવ્ર ગતિએ થયેલ આર્થિક વિકાસના કારણે રાજયમાં વર્ષ ૨૦૦૦-૦૧ માં પ્રતિ વ્યકિત વાર્ષિક આવક ૧૮,૩૯૨ હતી, જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં
૨,૭૩,૫૫૮ થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ વાર્ષિક આવક, સરેરાશ રાષ્ટ્રીય આવક કરતા ૫૦% વધારે છે. વિકસિત ગુજરાત @૨૦૪૭ ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી, દેશના જી.ડી.પી.માં રાજયની હિસ્સેદારી ૧૦% જેટલી કરી, વર્ષ ૨૦૪૭ પહેલા રાજયની હાલની અર્થવ્યવસ્થાને ૦.૨૮ ટ્રિલિયન યુ.એસ. ડોલરથી વધારી ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર કરવાની નેમ છે.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૬૧૯૩ કરોડની જોગવાઇ
- રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા
૧૩૯૮ કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનાનો લાભ, બી.પી.એલ. કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ
૮૭ કરોડની જોગવાઈ. - મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) ૭૦ હજાર લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે
૮૪ કરોડની જોગવાઈ. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં નિ:શુલ્ક મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતામાં તેમની સાથે તેમના સહાયકને પણ ૧૦૦% નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવા
૬૫ કરોડની જોગવાઈ. - અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે ૬૧ હજાર કન્યાઓને મામેરા માટે સહાય આપવા
૭૪ કરોડની જોગવાઇ. પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક ધોરણે આર્થિક સહાય આપવા માટે
૭૪ કરોડની જોગવાઈ. - પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી કન્યાઓના લગ્ન સમયે
૨ લાખની સહાય આપવા
૩૦ કરોડની જોગવાઈ. - ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં યુગલોને સહાય આપવા માટે
૨૦ કરોડની જોગવાઇ. સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાન બાદ કુટુંબને સહાય માટે
૨૦ કરોડની જોગવાઈ. - સાતફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૫૦૦૦ યુગલોને સહાય આપવા
૮ કરોડની જોગવાઇ. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ
૭ કરોડની જોગવાઈ. - પી.એમ. યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ-૯, ૧૦ અને પોસ્ટ મેટ્રીકના અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે
૫૪૦ કરોડની જોગવાઇ. ધોરણ-૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે
૩૬૦ કરોડની જોગવાઇ. - ધોરણ-૧ થી ૮ માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૩૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે
૩૪૫ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓમાં અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવા અને ભણવાની સવલત આપવા માટે
૩૩૫ કરોડની જોગવાઇ. - વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૧૦૦૦ વિધાર્થીઓને લોન આપવા માટે
૧૫૨ કરોડની જોગવાઇ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૫૦ હજાર કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે
૮૪ કરોડની જોગવાઇ. - ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે
૬૦૦ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઇ કામદાર વિકાસ નિગમ, ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમને રાજય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે
૨૫૦ કરોડની જોગવાઇ. - માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને વિનામૂલ્યે સ્વરોજગારીના સાધનો આપવા માટે
૫૯ કરોડની જોગવાઇ. ડૉ. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા સહાય આપવા માટે
૨૪૩ કરોડની જોગવાઇ. ૧૨૨ કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા માટે પ્રથમ તબકકે
૪૦ કરોડની જોગવાઇ.૬૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૪ નવા સમરસ કન્યા છાત્રાલયોના બાંધકામ માટે
૨૨ કરોડની જોગવાઇ.- પાંચ નવા ચિલ્ડ્રન હોમ બનાવવા માટે
૧૫ કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ
૪૩૭૪ કરોડની જોગવાઇ - આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ ૮૩૭ જેટલી શાળાઓના અંદાજિત ૧ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે
૭૩૫ કરોડની જોગવાઈ. અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા
૫૮૪ કરોડની જોગવાઈ. - આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે
૫૩૯ કરોડનું આયોજન. સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના ૭૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા
૨૬૯ કરોડની જોગવાઈ. - સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે
૨૫૫ કરોડની જોગવાઇ. પ્રિ-મેટ્રિકના આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા
૧૭૬ કરોડની જોગવાઈ. - દૂધ સંજીવની યોજના અંતર્ગત
૧૫૦ કરોડની જોગવાઇ. ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે
૧૨૦ કરોડની જોગવાઈ. - અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત ૩૯૦૦ વિદ્યાર્થીઓ માટે
૨૩ કરોડની જોગવાઇ. ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા
૨૧ કરોડની જોગવાઈ. - ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા
૧૪ કરોડની જોગવાઈ. રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે
૬ કરોડની જોગવાઈ. - આર્થિક ઉત્કર્ષ
- મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ
૧૩૪ કરોડની જોગવાઈ. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે
૩૫ કરોડની જોગવાઇ. - આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦ થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે
૨૬ કરોડની જોગવાઇ. માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા
૧૭ કરોડની જોગવાઈ. - આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે
૧૩ કરોડની જોગવાઇ. સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે
૧૩ કરોડની જોગવાઇ. - આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્ક લોન પર સહાય આપવા માટે
૬ કરોડની જોગવાઇ. અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે
૩૩ કરોડની જોગવાઇ. - શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ
૨૬૫૯ કરોડની જોગવાઈ આઇ.ટી.આઇ. ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે
૨૯૯ કરોડની જોગવાઈ. - અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં પાંચ મેગા આઇ.ટી.આઇ. કાર્યરત છે. હવે ૬ વધુ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે
૧૮૭ કરોડની જોગવાઈ. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને
૫ ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં ૨૭૩ કેન્દ્રો કાર્યરત છે. જેમાં દરરોજ સરેરાશ ૪૦ હજારથી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે૧૩૧ કરોડની જોગવાઇ. ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત
૧૨૨ કરોડની જોગવાઈ. - બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા “શ્રમિક બસેરા” સ્થાપવા માટે
૨૦૦ કરોડની જોગવાઇ. બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત ૧૫૪ ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ ૫૦ રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે ૫૯ કરોડની જોગવાઈ. “કૌશલ્યા” ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન સ્કીલ એન્ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા સહિત વિવિધ કામો માટે ૪૭ કરોડની જોગવાઈ. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઉભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે
૩૩ કરોડની જોગવાઈ. - ૧૦૫ આઇ.ટી.આઇ.માં વેલ્ડર ટ્રેડ માટે AR/VR Lab (Augmented Reality/Virtual Reality) બનાવવા માટે
૨૬ કરોડની જોગવાઈ જી.આઇ.ડી.સી. વિસ્તારોમાં સ્થાનિક માનવબળને કુશળ બનાવવા લોકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન (LIVE) યોજના માટે
૧૫ કરોડની જોગવાઇ - અસંગઠિત શ્રમયોગી માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં સહાયની રકમ
૧ લાખથી વધારીને
૨ લાખ કરવા માટે૫ કરોડની જોગવાઈ. ડ્રોન સ્કીલ ઈન્સ્ટીસ્ટ્યુટના સંચાલન તથા ડ્રોન ઈન્સ્ટ્ર્રક્ટર સેન્ટરની સ્થાપના માટે
૪ કરોડની જોગવાઈ. - શિક્ષણ વિભાગ માટે કુલ
૫૫,૧૧૪ કરોડની જોગવાઇ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા
૧૨૫૦ કરોડની જોગવાઇ. - ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે
૨૫૦ કરોડની જોગવાઇ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે
૩૦૦૦ કરોડની જોગવાઇ. - હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને
૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે
૨૬૦ કરોડની જોગવાઇ. - વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત
૧૪૦૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા
૪૦૦ કરોડની જોગવાઇ. - મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી ૪૫૦૦ વિદ્યાર્થીનીઓને સહાય આપવા
૧૬૦ કરોડની જોગવાઇ. બિન આદિજાતિ વિસ્તારની ૦૮ અને આદિજાતિ વિસ્તારની ૦૨ એમ કુલ ૧૦ નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે
૧૩૪ કરોડની જોગવાઇ. - રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે
૧૦૧ કરોડની જોગવાઇ. શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા
૪૦ કરોડની જોગવાઇ. - મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા
૩૦ કરોડની જોગવાઇ. માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત
૩૦ કરોડની જોગવાઇ. - સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા
૧૯૮ કરોડની જોગવાઈ. સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત i-Hub ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે
૪૨ કરોડની જોગવાઈ. - સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે
૩૫ કરોડની જોગવાઈ. ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા
૧૦ કરોડની જોગવાઈ.