ગાંધીનગર(Gandhinagar): રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં (Cold) રાહત મળશે, તે પછી 3થી 5 ડિગ્રી જેટલો ઠંડીના પ્રમાણમાં વધારો થશે. હવામાન વિભાગના (Meteorological Department) વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક (Cyclonic) સર્ક્યુલેશનની અસર હેઠળ આવતીકાલે તા.20 મી જાન્યુના રોજ કચ્છમાં, તા.21મીના જાન્યુ.ના રોજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છમાં, જયારે તા.22મી જાન્યુ.ના રોજ આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નવસારી, સુરત, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં વરસાદ થશે.
- નલિયા સૌથી ઠંડુંગાર શહેર
- કચ્છમાં ઠંડીનો પારો 9 ડિગ્રી સુધી નોંધાયો
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ વરસાદ થશે
રાજયમાં કચ્છમાં હજુયે કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. આજે દિવસ દરમિયાન કચ્છમાં ઠંડીનો પારો 9 ડિગ્રી સુધી નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ દરમ્યાન રાજયમાં ઠંડીનો પારો ઘટી જવાની સંભાવના છે. તે પછી 3થિી 5 ડિગ્રી સુધી ઠંડીનાો પારો નીચે ગગડી જશે.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 9 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે.,રાજકોટમાં 13 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં 2થી 4 ડીગ્રી તાપમાન વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 19, 20 અને 21 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડો પવન ફૂંકાતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં 10 ડીગ્રીથી નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુંગાર શહેર નોંઘયુ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. આગામી 22 જાન્યુઆરી સુઘી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.