અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) પ્રવાસી શિક્ષકોને (Teachers) છેલ્લા 8થી 11 મહિના સુધીનો પગાર (Salary) હજુ સુધી મળ્યો નથી. આ ઉપરાંત દાહોદ (Dahod) જિલ્લાના 270 પ્રવાસી શિક્ષકોને 11 મહિનાથી વેતન નહીં મળતા શિક્ષકોને જીવન નિર્વાહ ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. આ પ્રવાસી શિક્ષકોને તાત્કાલિક વેતન ચૂકવવામાં આવે તેવી માગણી કરતો પત્ર પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) લખ્યો છે.
- દાહોદ જિલ્લા 270 પ્રવાસી શિક્ષકોને 11 મહિનાથી વેતન અપાયું નથી, કોંગ્રેસ પ્રવક્તાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
પત્રમાં જણાવ્યું છે કે પ્રવાસી શિક્ષકોના ગત વર્ષના માર્ચ, એપ્રિલ મહિનાના પગાર હજુ સુધી મળ્યા નથી. પ્રવાસી શિક્ષકોએ ગત વર્ષે જે કામ કરેલું તેનું વળતર હજુ સુધી મળ્યું નથી. ગત વર્ષનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થયેલો હતો, ત્યારબાદ સરકાર દ્વારા પરિપત્રથી પ્રવાસી શિક્ષકોનો કાર્યકાળ પાશ્ચાત અસરથી છ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. આ પાશ્ચાત સ્પષ્ટ શબ્દ લખેલો હોવા છતાં ગત વર્ષે એપ્રિલ સુધી તેમનો કાર્યકાળ હતો. તે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એમ મળી કુલ છ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. આ છ મહિનામાં મે મહિનામાં વેકેશન હતું, અને જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ હતી. આ બાબતને અતિ ગંભીર લઈ પ્રવાસી શિક્ષકોને 8 થી 10 મહિનાના ચૂકવવાનું થતું વેતન તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે તેવી વિનંતી છે.