ગાંધીનગર: (Gandhinagar) ખેડા જિલ્લામાં નશીલુ આયુર્વેદ પીણુ (Intoxicating Syrup) પાવના કારણે પાંચ વ્યકિત્તઓનું મૃત્યુ થયા બાદ હવે પોલીસ (Police) દ્વારા રાજયવ્યાપી દરોડા પાડવામા આવ્યા છે. જેમાં નશીલા પીણાની બોટલો મળી આવતા તે જપ્ત કરવામા આવી છે. બીજી તરફ નશીલુ પીણુ પીધા પછી સારવાર (Treatment) લઈ રહેલા દર્દીઓ અંગે જિલ્લાના આરોગ્ય તંત્રને માહિતી નહીં આપવાના કારણોસર ખેડા જિલ્લામાં બે હોસ્પિટલનોને નોટિસ આપવામાં આવી છે. જયારે ધર્માશુ પારેખ નામના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લેવાઈ છે.
- નશાકારક આયુર્વેદ પીણાનું વેચાણ અટકાવવા રાજ્યભરમાં દરોડા
- ખેડામાં બે હોસ્પિટલોમાં સરકારની નોટિસ
- ડીસામાંથી નશાકારક સીરપની 1090 બોટલ જપ્ત
- કાલ મેઘાસ્વ અરિષ્ઠ નામનું આયુર્વેદ રૂા. 110થી 150 વેચાતુ હતું
જેમને નોટિસ અપાઈ છે, તેમાં નડિયાદની મહાગુજરાત હોસ્પિટલ તથા મહેમદાવાદની વેદ હોસ્પિટલનો સમાવેશ થાય છે. ખાસ કરીને નશીલુ પીણુ પીધા પછી આ દર્દીઓને સારવાર અપાઈ હતી. એટલું જ નહીં દર્દીઓનું મૃત્યુ પણ થયુ હતું. બીજી તરફ પોલીસ દ્વારા આ નસીલા આયુર્વેદ પીણા કે આસવ વેચતા દુકાનદારો સામે પણ પગલા લેવાયા છે. જેમાં નાસકાંઠાના ડીસામાં એક પાર્લરમાંથી આવા આયુર્વેદ નશાકારક સીરપની 1090 જેટલી બોટલો જપ્ત કરવામા આવી છે. અમરેલીના બાબરામાંથી પોલીસે ગેરેગેમ નામના પીણાની બોટલો મોટા પાયે જપ્ત કરી છે.
કાલ મેઘાસ્વ અરિષ્ઠ નામનું આયુર્વેદ રૂા. 110થી 150 વેચાતુ હતું. જો કે હવે પાંચ લોકોના મોત બાદ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે મહત્વના આદેશ બહાર પાડયા છે. જેમાં ખાસ કરીને ગેરકાયદે આ રીતે આવુ આયુર્વેદ પીણુ વેચી શકાશે નહીં , મલિકે આ આદેશ મહત્વની બેઠકમાં કર્યા હતા. અમદાવાદ પોલીસ મલિક દ્વારા કફ સીરપ અને આર્યુવેદિક સીરપનાં વેચાણને લઈ સૂચના આપી છે. ગેરકાયદેસર ચાલતા નશાનાં વેપારને બંધ કરવા આદેશ અપાયા છે. અમદાવાદમાં આયુર્વેદિક સીરપને લઈ એક પણ ગુનો નોંધાયો નથી. કફ સીરપ બાદ આયુર્વેદિક સીરપનો નશા માટે ઉપયોગ વધ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશ્રનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને દરેક ઝોનની DCP ની અધ્યક્ષતામાં મિટિંગમાં જોડાયા હતા. અમદાવાદના જુહાપુરામાં આ પીણું બનાવાયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. આસવ અને અરિષ્ટમાં આલ્કોહોલનું પ્રમાણ 5થી 10 ટકા જેટલું હોય છે. કાલ મેઘાસ્વ અરિષ્ઠમાં 10થી 11 ટકા જેટલું આલ્કોહોલ હોવાની હકીકતો તપાસમાં બહાર આવી છે. આ પીણું પીધા બાદ જે પાંચ વ્યક્તિના મોત થયા છે તેમને પહેલા પરસેવો છૂટી ગયો હતો અને મોંઢામાંથી ફીણ બહાર આવી ગયું હતું.