ગાંધીધામ: (Gandhidham) કચ્છમાં (Kutch) ફરી એક વખત ડ્રગ્સ (Drugs) માફીયાઓ સક્રીય જોવા મળ્યા હતા. જોકે ગુજરાત પોલીસે (Gujarat Police) ડ્રગ્સનું મોટું રેકેટ પકડી પાડવામાં સફળતા મેળવી છે. આજે ગુરુવારે પૂર્વ કચ્છમાંથી વધુ એક વખત મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. લગભગ 80 કિલોથી વધુ ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસને સફળતા મળી છે. પોલીસ દ્વારા લગભગ 800 કરોડથી પણ વધુ કિંમતનું કોકેઈન પકડવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે 80 કિલોથી પણ વધુ કોકેઈન ઝડપાયું છે. પકડાયેલા જથ્થાને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં તે કોકેઈન હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ પોલીસને આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. કચ્છનાં દરિયા કિનારેથી વારંવાર ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા બાદ બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ગઈ કાલે પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. કચ્છ પોલીસ ડ્રગ્સનો જથ્થો કોણે મંગાવ્યો, ક્યાં મોકલવાનો હતો તે અંગેની તપાસ કરી રહી છે.