Gujarat Main

ગાંઘીજીનું આ સપનું હવે પૂર્ણ કરશે મોદી, આઝાદીના 75 વર્ષે આ 75 વસ્તુ હશે તો લોકો બનશે લખપતિ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના (Gujarat) અમદાવાદ (Ahmedabad) શહેરમાં પંચાયત મહાસંમેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં બધે જ કેસરિયો રંગ લહેરાયો છે. આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો નીકળ્યો હતો. ચાર રાજયોમાં ભાજપનો રંગ છવાયો છે. ગુજરાતમાં પણચૂંટણીના દિવસો નજીક છે.

વડાપ્રધાન મોદી એરપોર્ટથી ભવ્ય રોડ શો કર્યા બાદ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી તેઓ રાજભવન પહોંચ્યા હતા. મોદીએ રાજ્યપાલ અને અધિકારીઓ સાથે શુભેચ્છ મુલાકાત કરી હતી. ત્યાંથી તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ સમગ્ર ગુજરાતના પંચાયતના સરપંચો, સભ્યો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસએ પુજ્ય બાપુજીનું સૌથી મોટુ સ્વપ્ન રહ્યું હતું. આપણે આઝાદીના આટલા વર્ષો બાદ અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આપણે બાપુના બધા સ્વપ્નોને પુર્ણ કરવા માટે સમર્થ છીએ. બાપુજીનુ ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે પંચાયતી રાજવ્યવસ્થા પોતાની જાતમાં એક અલગ અને મહત્વપુર્ણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને માર્ગદર્શન આપવાનું કામ, સતત પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવાનું કામ, તેને ગતિ આપવાનું કામ તમે બધા જનપ્રતિનિધિઓ કરી રહ્યા છો.

તેમણે આઝાદીની વાત કરતા કહ્યુ કે એક આખુ ગામ ભેગુ થઇને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષે આપણે એક ગામમાં જગ્યા શોધીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ અને નાનકડો બગીચો બનાવીએ. ગામમાં 75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી જ પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. 75 ખેડૂતોને આપણે તૈયાર કરીએ. 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કઇ રીતે થાય તેનાથી ગુજરાતના ખેડૂતો અજાણ નથી. ભારત સરકારે આઝાદી પછી 13 હજાર કરોડ રૂપિયાના વેક્સિનેશન માટે કાઢ્યા છે. તેમણે ગામડાઓ તરફ ધ્યાન દોરતા કહ્યુ કે સરકાર તરફથી LED બલ્બ આપવામાં આવે છે. તેનાથી પણ વીજળીની બચત થઇ શકે છે. જો આમ થાય તો વીજળી બચાવનારો એલઇડીનો ગોળો દેશનું અર્થતંત્ર ફેરવી નાખશે. દરેક ગામની શિક્ષણનીતિનો વિકાસ થાય તે માટે ગામની શાળા ફરી એકવાર જીવતી થવી જોઇએ. બધે જ કોમન સર્વિસ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગામડાઓમાં દરેક મહિલાઓ આગળ વધવી જોઇએ. બહેનોમાં ક્ષમતા છે કે તેઓ સારામાં સારી કાર્યવાહી કરી શકે છે. આ વખતે ઓલમ્પિકમાં કેટલા મોટા પ્રમાણમાં નામ રોશન કરી રહી છે. ગુજરાતમાં 50 ટકા કરતા વધારે મહિલાઓ હોય તો આ ગામોમાં દિકરીઓ બહેનોની ચિંતા થવી જોઇએ. અંતે તેમણે તમામ લોકોને હોળી પહેલા જ આ ઉત્સવ ઉજવણીની શરૂઆત કરી તે બદલ આભારી વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top